Oxfam India to be probed by CBI
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ચૂંટણી બોન્ડ દ્વારા બીજા ક્રમે સૌથી વધુ રાજકીય ભંડોળ આપનારી હૈદરાબાદ સ્થિત મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે સીબીઆઇએ એક લાંચ કેસમાં ફરિયાદ દાખલ કરી છે. આ કંપનીએ રૂ.966 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતાં.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જગદલપુર ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ સંબંધિત કોન્ટ્રાક્ટના સંબંધમાં મેઘા એન્જિનિયરિંગના રૂ.174 કરોડના બિલોને મંજૂરી આપવા માટે લગભગ રૂ.78 લાખની કથિત લાંચ લેવા બદલ NISP અને NMDCના આઠ અધિકારીઓ અને MECONના બે અધિકારીઓના નામો પણ FIRમાં દાખલ કરાયા છે.

ચૂંટણી પંચે 21 માર્ચે જાહેર કરેલા ડેટા અનુસાર મેઘા એન્જિનિયરિંગે બીજા ક્રમે સૌથી વધુ ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા. કંપનીએ ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને આશરે રૂ.586 કરોડનું દાન આપ્યું હતું. કંપનીએ BRSને રૂ.195 કરોડ, DMKને રૂ.85 કરોડ અને YSRCPને રૂ.37 કરોડનું દાન આપ્યું હતું. ટીડીપીને કંપની પાસેથી લગભગ રૂ.25 કરોડ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને રૂ.17 કરોડ મળ્યા હતાં. આ ઉપરાંત જેડી-એસ, જનસેના પાર્ટી અને જેડી-યુને રૂ.5 કરોડથી રૂ. 10 કરોડ સુધીની નાની રકમ મળી છે.

એફઆઈઆર અનુસાર સીબીઆઈએ 10 ઓગસ્ટ, 2023એ જગદલપુર સ્ટીલ પ્લાન્ટના ઇન્ટેક વેલ અને પંપ હાઉસ અને ક્રોસ-કન્ટ્રી પાઇપલાઇનના કામો સંબંધિત રૂ.315 કરોડના પ્રોજેક્ટમાં કથિત લાંચ અંગે પ્રાથમિક તપાસ ચાલુ કરી હતી. આ પ્રોજેક્ટ મેઘા એન્જિનિયરિંગને અપાયો હતો. પ્રાથમિક તપાસના તારણોના આધારે ફરિયાદ દાખલ કરાઈ હતી.

 

LEAVE A REPLY

one + 12 =