ભક્તિવેદાંત મનોર કૃષ્ણ મંદિરમાં ગયા સપ્તાહના અંતમાં તેની 50મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંખ્યાબંધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કેન્દ્રના 79 એકર એસ્ટેટમાં 14 સુંદર સુશોભિત પ્રશિક્ષિત બળદોની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

આ પ્રસંગે ભક્તિવેદાંત મનોરના વર્તમાન મંદિર પ્રમુખે પૂજ્ય વિશાકા દાસીએ જણાવ્યું હતું કે ભક્તિવેદાંત મનોરના 50 વર્ષની ઉજવણી કરવા બદલ અમને ખૂબ જ આનંદ અને આદર થયો છે. અમારી શરૂઆતની અસાધારણ કહાનીથી માંડીને આજે અમે બનાવેલા સમૃદ્ધ સમુદાય સુધીની અમારા મંદિર માટે આ વર્ષ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. તમામ ભક્તોની નિષ્ઠા અને સમર્પણ, જ્યોર્જ હેરિસનના અજોડ યોગદાન અને અલબત્ત ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદના અમૂલ્ય યોગદાન વિના આમાંનું કંઈ પણ શક્ય બન્યું ન હતો. અમે આ તમામને  અમારી ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ”

 

LEAVE A REPLY