Ghaziabad: Migrants wait to board a bus to their native villages, during a nationwide lockdown imposed in the wake of coronavirus pandemic, at Kaushambi in Ghaziabad, Saturday, March 28, 2020. (PTI Photo/Manvender Vashist)(PTI28-03-2020_000245B)

કોરોના વાયરસના નિવેડા માટે દેશમાં લાગુ 21 દિવસના લોકડાઉન આગળ નહીં વધે. એવા ઘણા રિપોર્ટ આવ્યા હતા કે સરકાર લોકડાઉનને 90 દિવસ સુધી વધારી શકે છે. સોમવારે કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાએ આ રિપોર્ટસને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, હાલ લોકડાઉનને 14 એપ્રિલથી વધારવાની કોઈ યોજના નથી.

આ પહેલા કેન્દ્રએ રવિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સખતાઈથી લોકડાઉન લાગુ કરવાના આદેશ આપ્યા હતા. જેમાં ચૂક થશે તો જિલ્લામાંથી ડીએમ અને એસપી વ્યક્તિગત રીતે જવાબદાર હશે. લોકડાઉન વચ્ચે ગત દિવસોમાં દિલ્હી, મુંબઈ, સુરત સહિત અન્ય મોટા શહેરોમાંથી રોજ કમાઈને ગુજરાન ચલાવનારા કામદારો હજારોની સંખ્યમાં પગપાળા પોતાના રાજ્યો તરફ જઈ રહ્યા હતા. જેને રોકવા માટે કેન્દ્ર સરકારે કટોકટીના ફંડના નિયમોમાં ફેરફાર કર્યો હતો.

ગૃહમંત્રાલયે રાજ્યને લખેલા પત્રમાં કહ્યું કે, તે મજૂરો માટે અસ્થાઈ શિબિર બનાવવા, ખાવા અને મેડિકલ સુવિધા માટે કટોકટી ફંડની રકમ ખર્ચ કરી શકે છે. સાથે જ કહ્યું કે, બોર્ડર પર મજૂરોની મુવમેન્ટને રોકવામાં આવે. આ લોકોને સરહદ પર જ 14 દિવસ માટે ક્વૉરન્ટીન કરવામાં આવે. મજૂરોની હિઝરત અંગે ચર્ચા કરવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહના આવાસ પર મંત્રી સમૂહની બેઠક પણ થઈ હતી.