અમેરિકામાં કોરોના વાયરસએ અજગર ભરડો લીધો છે. અમેરિકામાં ઇલિનોઇસ રાજ્યમાં શનિવારે Covid-19ના લક્ષણોથી પીડાતા એક બાલકનું મોત થયું હતું. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ બાળક શિકાગોમાં દાખલ હતું અને તેનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ હતો. જોકે, આ ઘટનાથી હચમચી ઉઠેલા અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે તપાસના આદેશ છોડ્યા છે. બાળકની ઉંમર 11 મહિના કરતાં ઓછી હતી અને તેના પગલે અમેરિકામાં હડકંપ મચ્યો છે.

આ ઘટના અંગે માહિતી આપતા ઇલિનોઇસ પ્રાંતના ગર્વનર જીબી પ્રિત્ઝકરે જણાવ્યું, ‘નવજાતને છેલ્લા 24 કલાક દરમિયાન જ ચેપ લાગ્યો હતો. બાળકની ઉંમર 1 વર્ષ કરતાં પણ ઓછી હતી.’આ ઘટના અંગે અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા નોઝી એઝિકે જણાવ્યું હતું કે નવજાતમાં covid-19નો એક પણ કેસ હજુ સુધી આવ્યો નથી. આ પ્રથમ કિસ્સો છે.

સમગ્ર આરોગ્ય વિભાગ આ ઘટનાની જીણવટભરી તપાસ કરાવશે.ગવર્નર પ્રિત્ઝરે પત્રકારોને જણાવ્યું હતું કે અમે મૃત્યુનું કારણ જાણવા માટે એક ડિટેઇલ્ડ તપાસ કરાવીશું.’ ઉલ્લેખનીય છે કે 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને આધેડોને કોરોનાનું જોખમ વધી જાય છે પરંતુ નવજાત કોરોનાગ્રસ્ત થયો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

અમેરિકામાં કોરોના વાયરસ અજગર ભરડો લીધો છે. દેશની સ્થિતિ ભયજનક છે. અમેરિકામાં 1,20,000 લોકો અસરગ્રસ્ત છે અને સમક્રમિત થયા છે જ્યારે 2,000 કરતા વધારે લોકોના મોત થયા છે.શિકાગોમાં માસૂમ બચ્ચાના મોતથી તંત્ર હચમચી ઉઠ્યું છે. ચેલ્લા 24 કલાકમાં શિકાગોમાં 13 મોત થયા છે. અમેરિકાને સ્વાસ્થ્ય સહકાર આપવા માસ્ક અને દવાઓ સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્વાસ્થ્ય કાઉન્સિલે એક જહાજ ભરીને મેડિકલ ઇક્વીપમેન્ટ અને ચીજો મોકલાવી છે.