3 સપ્ટેમ્બર, 2025 ના રોજ ચીનના બેઇજિંગમાં બીજા વિશ્વયુદ્ધના અંતની 80મી વર્ષગાંઠ નિમિત્તે લશ્કરી પરેડમાં હાજરી આપવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન, બેલારુસિયન રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો અને વિદેશી પ્રતિનિધિમંડળોના વડાઓ Sputnik/Sergey Bobylev/Pool via REUTERS

ચીનના પ્રેસિન્ટ શી જિનપિંગે બુધવાર, 3 સપ્ટેમ્બરે બેઇજિંગમાં એક વિશાળ લશ્કરી પરેડ યોજીને અભૂતપૂર્વ લશ્કરી અને રાજદ્વારી શક્તિપ્રદર્શન કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારના 80 વર્ષ પૂરા થવાના પ્રસંગે યોજાયેલી આ પરેડમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયા પ્રેસિડન્ટ કિમ જોંગ ઉન સહિતના વિશ્વના નેતાઓ હાજર રહ્યાં હતાં. જોકે પશ્ચિમી નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં ન હતાં.

વિશાળ લશ્કરી પરેડમાં જિનપિંગે ચેતવણી આપી હતી કે વિશ્વ શાંતિ અથવા યુદ્ધ વચ્ચે પસંદગીનો સામનો કરી રહ્યું છે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને આકરી ટ્રેડ નીતિને કારણે વિશ્વમાં અનિશ્ચિતતાનો માહોલ છે ત્યારે ચીને આ વિશ્વને તેની લશ્કરી તાકાત દર્શાવી હતી.

તિયાનમેન સ્ક્વેર પર 50,000થી વધુ લોકોને સંબંધતા જિનપિંગે ઓપન-ટોપ લિમોઝીનમાં સવાર થઈને લશ્કરી દળો તથા હાઇપરસોનિક મિસાઇલો, અંડરવોટર ડ્રોન અને હથિયારોથી સજ્જ ‘રોબોટ વુલ્ફ’ જેવા અત્યાધુનિક લશ્કરી હથિયારોનું નિરીક્ષણ કર્યું હતું. 70 મિનિટની પરેડના અંતે ૮૦,૦૦૦ ‘શાંતિ’ પક્ષીઓને છોડવામાં આવ્યાં હતાં.
ભૂતપૂર્વ નેતા માઓ ઝેડોંગ દ્વારા પહેરવામાં આવતા ટ્યુનિક સૂટ પહેરીને જિનપિંગે રેડ કાર્પેટ પર 25થી વધુ નેતાઓનું સ્વાગત કર્યું હતું. ઇન્ડોનેશિયાના પ્રબોવો સુબિયાન્ટો આશ્ચર્યજનક રીતે હાજર રહ્યાં હતાં.વ્યુઇંગ ગેલેરીમાં પુતિન અને કિમ વચ્ચે બેઠેલા, શીએ વારંવાર બંને નેતાઓ સાથે વાતચીત કરતાં જોવા મળ્યા હતાં.

શી જિનપિંગે પોતાના સંબોધનમાં કહ્યું કે, ચીન કોઈની ધમકીઓથી ડરવાનું નથી, આ દેશ હંમેશા આગળ વધતો રહેશે. ટ્રમ્પનું નામ લીધા વિના તેમણે આગળ કહ્યું કે, માણસો એક જ ગ્રહ પર રહે છે, આપણે સાથે મળીને કામ કરવું જોઈએ અને શાંતિથી રહેવું જોઈએ. દુનિયા ફરી જંગલ રાજમાં પાછી ન ફરવી જોઈએ, જ્યાં મોટા દેશો નાના અને નબળા દેશોને ધમકાવતા હતા અને દાદાગીરી કરતા હતા.

આ વિક્ટ્રી-ડે મિલિટ્રી પરેડમાં ચીને પોતાની નવી મિલિટરી ટેકનોલોજી અને આધુનિક હથિયારોનું પ્રદર્શન કર્યું હતું. પરેડ દરમિયાન મોટા સૈન્ય વિમાનોને પહેલીવાર સત્તાવાર રીતે ચીની સેનામાં સામેલ કરાયા હતાં. HQ-19 એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ, ડ્રોન સિસ્ટમ, ટેન્ક, PCH-191 મોડ્યુલર લાંબા અંતરના રૉકેટ લોન્ચર, એન્ટી-સબમરીન મિસાઇલ્સ અને નવીનતમ માનવરહિત ગ્રાઉન્ડ વ્હીકલ સિસ્ટમ જેવા આધુનિક હથિયારો પણ દર્શાવવામાં આવ્યાં હતાં. છ નવા પ્રકારની સરફેસ-ટૂ-એર મિસાઇલનું પ્રદર્શન કર્યું હતું, જેમાં HQ-19, HQ-12 અને HQ-29નો સમાવેશ થાય છે. ચીને પોતાની DF-5 સ્ટ્રેટેજિક ઇન્ટરકૉન્ટિનેન્ટલ ન્યૂક્લિઅર મિસાઇલનું પણ પ્રદર્શન કર્યું હતું. જેનો દાવો છે કે તે સમગ્ર વિશ્વને આવરી લેવાની રેન્જ ધરાવે છે.

LEAVE A REPLY