Getty Images)

બૉલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું 71 વર્ષની ઉંમરે નિધન શ્વાસ લેવાની ફરિયાદ થતા 17મી જૂનથી બાંદ્રાની ગુરૂ નાનક હૉસ્પિટલમાં ભરતી હતા. રાત્રે 1.52 કલાકે કાર્ડિયાક એરેસ્ટના કારણે થયું મોત. થોડા દિવસો પહેલાં જ તેમનો કોરોના વાયરસ નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. અહેવાલો મુજબ મુંબઈનાં ચારકોપ કબ્રસ્તાનમાં તેમની દફનવિધી કરવામાં આવશે. રોજ ખાને બૉલીવૂડમાં એકથી વધુ ગીત આપ્યા છે.

તેમના શીખવેલા નૃત્યને કારણે ઘણી અભિનેત્રીઓની બૉલિવૂડમાં કારકિર્દી બની હતી. તેમણે 1983 માં ફિલ્મ ‘હીરો’ માં કોરિયોગ્રાફીની શરૂઆત કરી હતી, જ્યારે કોરિયોગ્રાફર તરીકેની તેની છેલ્લી ફિલ્મ ‘કલંક’ હતી. ત્રણ વખતના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સરોજ ખાને માધુરી દિક્ષિત અભિનિત ફિલ્મ ‘તેજાબ’, ‘યે ઇશ્ક હૈ’ થી 2007 માં સંજય લીલા ભણસાલીની ‘દેવદાસ’ સુધી કેટલાક યાદગાર ગીતોની નૃત્ય નિર્દેશન કરી છે.સરોજ ખાને ફક્ત ત્રણ વર્ષની વયે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેમને 1974 માં ગીતા મેરા નામના કોરિયોગ્રાફર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ વખત બ્રેક મળ્યો હતો. તેમણે સુપરડુપરહિટ ફિલ્મો ‘મિસ્ટર ઈન્ડિયા, ચાંદની, બેટા, તેજાબ, નગીના, ડર, બાઝીગર, અંજામ, મોહરા, યારના, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, પરદેશ, દેવદાસ, લગાન, સોલ્જર, તાલ, ફીઝા, સાથિયા, સ્વદેશ, કુછ ના કહો, ‘વીર ઝારા, ડોન, ફના, ગુરુ, નમસ્તે લંડન, જબ વી મેટ, એજન્ટ વિનોદ, રાઉડી રાઠોડ, એબીસીડી, તનુ વેડ્સ મનુ રીટર્ન્સ, મણિકર્ણિકા’ સુધીના ગીતોની કોરિયોગ્રાફી કરી છે.