(Photo by Handout/DNCC via Getty Images)

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટનને નોન-કોરોના ઇન્ફેક્શનને પગલે સધર્ન કેલિફોર્નિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત સુધારા પર છે. ક્લિન્ટલના પ્રવક્તા એન્જલ યુરેનાએ ગુરુવારે જણાવ્યું હતું કે 75 વર્ષીય ક્લિન્ટનને મંગળવારે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ઇર્વિન મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત સુધારા પર છે તથા ડોક્ટર્સ, નર્સ અને સ્ટાફના આભારી છે. ફિઝિશિયન્સ ડો. અલ્પેશ અમિન અને ડો. લીસા બાર્ડેકને ટાંકીને પ્રવક્તાએ જણાવ્યું હતું કે ક્લિન્ટનને આઇવી એન્ટીબાયોટિક્સ અને ફ્લુઇડ્સ આપવામાં આવ્યા છે. બે દિવસની સારવાર બાદ તેમના વ્હાઇટ બ્લડ સેલ કાઉન્ટમાં ઘટાડો થઈ રહ્યો છે અને એન્ટિબોયોટિક્સની પણ સારી અસર થઈ રહી છે.