યુકે સરકારના સહયોગથી પ્રસ્તુત

આ અઠવાડિયે તા. 15 જૂનથી કપડાં અને બુટ-ચંપલની દુકાનો, બુક શોપ, ઇલેક્ટ્રોનિક્સ રિટેલરો, ટેઇલર્સ, ઑકશન હાઉસીસ, ફોટોગ્રાફી સ્ટુડિયો, ઇન્ડોર માર્કેટ્સ, ટોઇઝ શોપ્સ સહિતના નોન-એસેન્શીયલ રિટેલરોએ પોતાના બિઝનેસીસને ફરીથી ખોલ્યા હતા. જેમણે સરકારની ‘કોવિડ-19-સીક્યોર’ માર્ગદર્શિકાનું પાલન કરીને તેમના સ્ટાફ અને ગ્રાહકોને સુરક્ષીત રાખવા માટે પૂરતી તક્દારી રાખી છે.

હેલ્થ એન્ડ સેફ્ટી એક્ઝીક્યુટીવ દ્વારા અપાતા માર્ગદર્શનનો ઉપયોગ કરીને દુકાનોએ પોતાને ત્યાં જોખમનું મૂલ્યાંકન કરાવવું જોઇએ. એમ્પલોયર્સની ફરજ છે કે સલામતીની જરૂર હોય તો સ્ટાફ અને યુનિયનના પ્રતિનિધિઓની સલાહ લેવી. બિઝનેસીસે પોતાના એસેસમેન્ટના તારણોની જાણ કર્મચારીઓને અને 50 થી વધુ કર્મચારીઓ હોય તો તેમની વેબસાઇટ પર પરિણામો જાહેર કરવા જોઈએ. દરેક શોપમાં હાથ ધોવાની અને સપાટીઓની સફાઈ કરવાની તેમજ કર્મચારીઓ અને ગ્રાહકોને સુરક્ષિત રાખવા હાઇજીન પ્રોસેસ વિકસાવવાની જરૂર છે. આ ઉપરાંત દુકાન કે સ્ટોર્સમાં ગ્રાહકોની સંખ્યાને મર્યાદિત કરવા ઉપરાંત, સેલ્ફ ચેકઆઉટ, ટ્રોલીઓ અથવા સ્ટાફના હેન્ડહેલ્ડ ઇક્વીપમેન્ટ્સ, નિયમિત રૂપે સ્પર્શ થતી સપાટીઓ અને સાધનોને વારંવાર સાફ કરવાની જરૂર છે. એમ્પ્લોયરોએ સ્વચ્છતાના ધોરણોને જાળવવા માટે નિયમિત રીમાઇન્ડર્સ અને સાઇનેજ મૂકવા પડશે અને દ્રષ્ટિની ક્ષતિ અથવા અક્ષમ લોકોને આ નિયમોના પાલન માટે મદદ કરવાની રહેશે.

દુકાનો ખોલાયા બાદ ગ્રાહકોને સલામત રાખવાનું કામ માત્ર બિઝનેસીસનું જ નથી. ગ્રાહકોને પણ કપડા કે માલની ચકાસણી ન કરવાની અને ફિટિંગ રૂમ પણ બંધ રાખવાની સલાહ અપાઇ છે. તે ખુલ્લા હોય તો ગ્રાહકો અને સ્ટાફ વચ્ચેનો સંપર્ક મર્યાદિત રાખવાની અને દરેક વપરાશ પછી સાફ કરવાની સુચના અપાઇ છે.

આપ સલામત વર્કપ્લેસના માર્ગદર્શન માટે આ લિંકને ક્લીક કરી વધુ માહિતી મેળવી શકો છો. https://www.gov.uk/guidance/working-safely-during-coronavirus-covid-19

DIY સ્ટોર અને બેંક્વેટીંગ હોલના માલિક સુરિન્દર જોસને ગ્રાહકોને સલામત રાખવા માટે આયોજન કર્યું છે અને તે માટે કેવા પગલા લઈ રહ્યા છે તે અહિ સમજાવ્યું છે.

સુરિન્દર જોસન સ્મિથવિક, વેસ્ટ મિડલેન્ડ્સમાં માતાપિતાએ સ્થાપેલ ફેમિલી રન હાર્ડવેર સ્ટોર ઓલ સીઝન્સ DIY અને સીઝન્સ પેલેસ બેન્કવેટીંગ સ્યુટ ચલાવે છે. ઇલેક્ટ્રોનિક્સની ડિગ્રી ધરાવતા 55 વર્ષીય સુરિન્દર આઇટીમાં માસ્ટર ડીગ્રી કરતા હતા ત્યારે તેમના પિતાને હૃદયની સમસ્યા થતા તેમના પર DIY દુકાનની જવાબદારી આવી હતી. તેમના આ બિઝનેસીસમાં તેમની પત્ની, માતા, મરણ પામતા પહેલા તેમના પિતા સહિત આખું કુટુંબ શામેલ છે.

સુરિન્દર કહે છે કે “અમે બધી વસ્તુઓમાં પરોવાયેલા રહેવાનું પસંદ કરીએ છીએ, તેથી અમે તે બંને ચલાવીએ છીએ. તે સ્થળ ખરેખર ખૂબ સરળ છે – અમે ફક્ત બુકિંગ લઈએ છીએ અને લોકોને કેટરર્સ, ડીજે, ડેકોરેશન કરતા અમારા સપ્લાયર્સ તરફ દોરીએ છીએ. આ ઉપરાંત, તેનો મુખ્ય ઉપયોગ વિકેન્ડમાં અને સાંજે જ થાય છે, જે સમયે દુકાન ખુલ્લી હોતી નથી, તેથી હું એક પરથી આસાનીથી બીજામાં જઇ શકુ છું.”

જોસને ડિસેમ્બરના અંતમાં પ્રથમ વાર કોરોનાવાયરસની અફવાઓ સાંભળવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ ડરી ગયા હતા તેમ સ્વીકાર્યું હતું.

સુરિન્દર જોસન

“ધ્યાનમાં આવેલી પહેલી વાત એ હતી કે બેન્કવેટીંગ વેન્યુ આ સંજોગોમાં કામ કરી શકશે નહિં. જે સ્થળોએ સૌથી વધુ ભીડ હશે તે સ્થળો પહેલા ભોગ બનશે. તે મુખ્ય કેન્દ્રો હતા.” તેમણે પ્રારંભમાં 200 વ્યક્તિઓનું વેન્યુ બંધ કરી ગ્રાહકોને 2021 પર બુકિંગ ખસેડવાનું સમજાવ્યું હતુ. તેમણે આવક કરતા દરેકની સલામતીને લક્ષમાં લીધી હતી.

ત્યારબાદ તેમને દુકાનની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. “જ્યાં સુધી દુકાનની વાત છે ત્યાં સુધી સૌથી મોટી સમસ્યા મારી વૃદ્ધ માતાની છે – તેનો ડીએનએ દુકાનનો ભાગ છે અને તેને ત્યાંથી દૂર જવા કહેવામાં મોટી મુશ્કેલી હતી. તેનાથી દૂર જવાનો એકમાત્ર રસ્તો દુકાન બંધ કરવાનો હતો. તેથી જ્યારે તેમણે પબ અને શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી ત્યારે અમે દુકાન બંધ કરી દીધી હતી.”

સમયનો સદ્ઉપયોગ કરવા દુકાનને રીફિટ કરવાનો નિર્ણય લઇ જેમને ઇમરજન્સી હોય તેમને જ હાર્ડવેરમાં મદદ કરશે તેમ જણાવ્યું હતુ. “તે વખતે સવાલ ઉઠ્યો કે હાર્ડવેર સ્ટોર્સને ખુલ્લા રહેવાની છૂટ છે, તેથી અમે વિચાર્યું કે જો આપણે તે કરવા જઈશું, તો અમારે તેને બરાબર રીતે કરવું પડશે.” આ નિર્ણય વઇ જોસન અને પરિવારે પોતાને અને ગ્રાહકો બંનેને સુરક્ષિત રાખવા માટે પગલાં ભર્યા છે.

“અમે દુકાનની આગળ રખાયેલા બધા છોડને તેની આસપાસ થતી લોકોની ભીડને રોકવા માટે પાછળના ગાર્ડનમાં ખસેડ્યા. અમે દુકાનની બહાર લાઈનો દોરી દીધી. અમે ટીલ વડે તે ક્ષેત્રમાં પણ બેરીકેડ કરી દીધું હતું, જેથી ગ્રાહકો એક પછી એક આવે, તેમને શુ જોઇએ છે તે અમને જણાવે, પછી અમે તે લઇ આવીએ. લોકો સાથેનો સંપર્ક મર્યાદિત કરવા અમે કોન્ટેક્ટલેસ પેયમેન્ટની રકમ £5 થી ઘટાડીને £1 કરી દીધી છે. અમે રોકડ રકમને વાઇપ્સ વડે સાફ કરવાનું શરૂ કરી દીધું. આ સખત મહેનત હતી – અમે સતત પાછળ અને આગળ જતા હતા – મને લાગે છે કે મેં એક જ દિવસમાં 17,000 પગલાં ભર્યાં હશે અને તે પણ દુકાનમાં જ. તે ખૂબ કંટાળાજનક હતું અમે પણ અમારા કલાકો કાપી નાખ્યા હતા. સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી દુકાન ખોલવાને બદલે અમે સવારે 10 થી સાંજે 4.30 વાગ્યે ખોલવાનું શરૂ કર્યું. આ માટે અમને આવનારા અને વખાણનારા ગ્રાહકોની સંખ્યા અવિશ્વસનીય છે. તેઓ કહે છે કે જ્યારે તેઓ અહીં આવે છે ત્યારે તેમને ખરેખર સલામતી લાગે છે. અમે તે કર્યું કારણ કે અમે સલામત રહેવા માંગીએ છીએ, પરંતુ તે દરેક માટે કાર્ય કરે છે.”

જોસન કબૂલ કરે છે કે બેન્કવેટીંગ વેન્યુ માટે ભાવિ ઓછું સ્પષ્ટ છે. “જો સરકાર કહેશે કે અમે ખોલી શકીએ છીએ, તો મેં વિચાર્યું છે કે હું તે કેવી રીતે કરીશ અને કઇ રીતે લોકોને અલગ રાખીશ. તમે તે ટેબલ્સથી, ટોયલેટ્સ, રસોડા અને સ્ટેજથી પણ કરી શકો છો. પરંતુ તમે તેને ડાન્સ ફ્લોર પર કેવી રીતે કરી શકો? તમે તેના પર વર્તુળો દોરો અને લોકોને તેની અંદર જ રહેવાનું કહો. તેથી હું એક જ રસ્તો હું વિચારી શકું કે તમે 200 લોકોને બદલે ફક્ત 60-70 લોકોને જ સમાવો અને ઇન્ડોરને બદલે આઉટડોરનો વધુ ઉપયોગ કરો. આ તો કેટલાક વિચારો છે, પરંતુ મારે તે કરવાનું છે જેથી અમે અને અમારી સાથે હોય તે કેટરર્સ, મહેમાનો પણ સુરક્ષિત રહે. છેલ્લી વસ્તુ જે હું ઇચ્છું છું તે ત્યાં હોય તો તે રોગચાળા માટે છે.” તેઓ સ્થાનિક શાળાને પણ પોતાની જગ્યા મફતમાં આપવા માંગે છે.

જોસનનુ કહેવું છે કે બિઝનેસીસ પોતાને, સ્ટાફ અને તેમના ગ્રાહકોને સુરક્ષિત રાખી શકે તે માટે યોગ્ય પગલાં લઇ શકે તે માટે સરકાર અને અન્ય સંસ્થાઓ તરફથી ઘણી માહિતી ઉપલબ્ધ છે. “આ એક નવી સામાન્ય બાબત છે – આપણે થોડોક  સમય જ્યાં હતાં ત્યાં પાછા જઇશુ નહિ. હજી ઘણી બધી ખબર નથી. દિવસના અંતે, આ વાયરસ જે લોકો આપણી નજીક છે તેમને

છીનવી રહ્યો છે. આપણા બિઝનેસીસ અને અર્થવ્યવસ્થા વિશે જ વિચારીએ તે એટલું સારું નથી.”

બિઝનેસીસને ફરીથી ખોલવામા મદદ કરવા અને કામદારોને આત્મવિશ્વાસ રહે, સલામતી લાગે અને કામ પર પાછા ફરવા માટે સશક્ત જણાય તે માટે સરકારે કોવિડ-19 સીક્યોર માર્ગદર્શન પ્રકાશિત કર્યું છે.

જો તમે બિઝનેસ ચલાવતા હો અને તમે જાણવા માગતા હો કે તમે કઇ કોરોનાવાયરસ સપોર્ટ સ્કીમ માટે લાયક છો, તો તમે બિઝનેસ સપોર્ટ ફાઇન્ડર ટૂલનો ઉપયોગ આ લિંકને https://www.gov.uk/business-coronavirus-support-finder ક્લીક કરીને કરી શકો છો. તે થોડી મિનિટો જ લે છે. તે પૂર્ણ કરવા માટે અને તમને તમારા બિઝનેસ માટે જોઇતો સપોર્ટ સરળતાથી શોધવામાં સહાય કરશે.