Amarnath Yatra
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ચાલુ વર્ષે 43 દિવસ ચાલેલી પ્રખ્યાત અમરનાથ યાત્રાની શુક્રવારે પૂર્ણાહુતી થઈ હતી. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સમાપન પૂજા કરી હતી. સિંહાએ જણાવ્યું હતું કે હું આ મુશ્કેલ યાત્રાને અવરોધમુક્ત બનાવવા માટે તમામ પક્ષકારો અને નાગરિકોના નિસ્વાર્થ યોગદાનની પ્રશંસા કરું છે.

રાજભવન ખાતે યોજાયેલી આ વિધિમાં શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. શ્રાઇન બોર્ડ અને જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રે આ પરંપરાગત યાત્રા માટે તમામ વ્યવસ્થાઓ કરી હતી. અમરનાથ યાત્રાનો પ્રારંભ 30 જૂને થયો હતો અને આશરે ત્રણ લાખ યાત્રાળુઓએ તેમાં ભાગ લીધા હતા. કોરોના મહામારીના બે વર્ષ ચાલુ વર્ષે આ યાત્રાનો ફરી પ્રારંભ થયો હતો. અમરનાથ ગુફા પાસે 8 જુલાઈએ વાદળ ફાટતા આશરે 15 યાત્રાળુઓના મોત થયા હતા. આ પછી યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.