(Sansad TV/ANI Video Grab)

રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ ના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદમાં યોજાયેલી વિશેષ ચર્ચાનો પ્રારંભ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 8 ડિસેમ્બરે જણાવ્યું હતું કે કોંગ્રેસે સામાજિક સૌહાર્દની આડમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ ના ટુકડા કર્યા હતાં અને તે હજુ પણ તુષ્ટિકરણની રાજનીતિ રમી રહી છે.

નેહરુએ સુભાષ ચંદ્ર બોઝને લખેલા પત્રનો ઉલ્લેખ કરીને મોદીએ દાવો કર્યો હતો કે વંદે માતરમ્ ની પૃષ્ઠભૂમિ મુસ્લિમોનો વિરોધ કરી શકે છે. વંદે માતરમ્ સાથે વિશ્વાસઘાત અને અન્યાય કેમ થયો? 1937માં ઝીણાએ વંદે માતરમનો વિરોધ કર્યો હતો. જવાહરલાલ નહેરુને પોતાનું સિંહાસન ડગમગતું દેખાયું અને ઝીણા તથા મુસ્લિમ લીગને જડબાતોડ જવાબ આપવાને બદલે નેહરુએ વંદે માતરમ્ વિરુદ્ધ જ તપાસ ચાલુ કરી હતી. નેહરુજી કહે છે કે મેં આ ગીતનું બેકગ્રાઉન્ડ વાંચ્યું છે, મને લાગે છે કે આ બેકગ્રાઉન્ડથી મુસ્લિમો ભડકશે.

મોદીએ કહ્યું હતું કે આ પછી કોંગ્રેસે વંદે માતરમના ઉપયોગની સમીક્ષા કરવા માટે “બંકિમચંદ્ર ચેટરજીના બંગાળ” માં એક સત્ર બોલાવ્યું હતું. કોંગ્રેસે વંદે માતરમ પર સમાધાન કર્યું હતું. તેમણે સામાજિક સૌહાર્દના બહાના હેઠળ તેને ટુકડા કરી નાખ્યું, પરંતુ ઇતિહાસ સાક્ષી છે. આ કોંગ્રેસનો તુષ્ટિકરણનો રાજકારણ કરવાનો પ્રયાસ હતો. તુષ્ટિકરણના રાજકારણના દબાણ હેઠળ, કોંગ્રેસ વંદે માતરમનું વિભાજન કરવા સંમત થઈ. આ જ કારણ છે કે કોંગ્રેસ ભારતના ભાગલાની માંગ સામે પણ ઝૂકી ગઈ હતી.

કોંગ્રેસ પર પ્રહાર ચાલુ રાખતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે વંદે માતરમ્ના 100 વર્ષ પૂર્ણ થયા ત્યારે દેશ કટોકટી(ઈમરજન્સી)ની સાંકળોથી બંધાયેલો હતો. ત્યારે ભારતના બંધારણનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું. દેશ માટે પ્રાણ ન્યોછાવર કરવા માટે તૈયાર લોકોને જેલમાં બંધ કરી દેવાયા હતા. 1857માં સ્વતંત્રતા સંગ્રામ બાદ અંગ્રેજો ગભરાઈ ગયા હતાં અને ભારત પર અત્યાચાર કરવામાં આવી રહ્યા હતા. ત્યારે તેમનું રાષ્ટ્રીય ગીત ગોડ સેવ ધ ક્વીન ઘરે ઘરે પહોંચાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. વંદે માતરમ્ સ્વતંત્રતાના આંદોલનનો સ્વર બની ગયું હતું વંદે માતરમ્ દરેક ભારતીયનો સંકલ્પ બની ગયું હતું.

LEAVE A REPLY