Devotees protest against Mohanthal Prasad being stopped in Ambaji

ભાદરવી પૂનમ મેળા દરમિયાન પ્રખ્યાત અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં વપરાયેલું ઘી ભેળસેળિયું હોવાનું બહાર આવ્યું હતું. ફૂડ વિભાગે અંબાજીમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, જે ફેલ થયા હતા. ભાદરવી પૂનમ પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘીના 180 કેન જપ્ત કર્યા હતા. ત્યાર બાદ ઘીનાં સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ આવ્યો તો સેમ્પલ ફેલ થયા હતા. મોહિની કેટરર્સ અંબાજીમાં મોહનથાલ પ્રસાદ બનાવે છે અને ઘી વાપરે છે. જિલ્લા કલેક્ટરે મંદિરમાં પ્રસાદ બનાવતા કોન્ટ્રાક્ટરને પણ બ્લેક લિસ્ટ કર્યા હતા.

23 થી 29 સપ્ટેમ્બર સુધીના મેળા દરમિયાન લાખો ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. પ્રારંભિક સેમ્પલમાં ભેળસેળ હોવાનો ખુલાસો થયો હતો. મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવાની કામગીરી જે એજન્સીને સોંપવામાં આવી હતી તેને અમૂલના નકલી લેબલ લગાવેલું અખાદ્ય ઘી ઉપયોગમાં લીધો હોવાનો ખુલાસો થયો હતો.

આ મામલે હિંમતનગરમાં આવેલી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સાબર ડેરી)એ મોહિની કેટરર્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર એચ.જી. કોશિયાનું કહેવું છે કે, 28 ઓગસ્ટે મોહિની કેટરર્સ પાસેથી 8 લાખની કિંમતનું 2,820 કિલો અખાદ્ય ઘી જપ્ત કરવામાં આવ્યું હતું.

 

 

LEAVE A REPLY

one × one =