(istockphoto)

મોરગેજ લેન્ડર નેશનવાઇડનો નવો અહેવાલ દર્શાવે છે કે ઊંચા વ્યાજ દરોને કારણે લોકોને પોષાય તેમ ન હોવાના કારણે યુકેના ઘરોની સરેરાશ કિંમત સપ્ટેમ્બરમાં વાર્ષિક દરે 5.3 ટકા અથવા લગભગ £14,500 જેટલી ઘટી હતી. જુલાઈ 2009 પછી આ સૌથી મોટો ઘટાડો છે. જો કે માસિક ધોરણે, સિઝનલી એડજસ્ટેડ ધોરણે સપ્ટેમ્બરમાં કિંમત સમાન રહી હતી. નેશનવાઇડના અહેવાલો મુજબ યુકેના ઘરોની સરેરાશ કિંમત હવે £257,808 થઇ છે.

બીજી તરફ યુકેના હાઉસ સેલર્સ ઘર ખરીદનારોને ડીલ કરવા માટે મકાનોના ભાવમાં ઘટાડો કરી રહ્યા છે. સપ્ટેમ્બરમાં પૂછાતા ભાવમાં સરેરાશ ડિસ્કાઉન્ટ વધીને 4.2% થઈ ગયું છે જે 2019 પછીનું સૌથી વધુ એટલે કે £12,125ના ઘટાડા સમાન છે.

લંડન અને સાઉથ ઈસ્ટમાં આસ્કીંગ પ્રાઇસમાં 4.8% અને યુકેના બાકીના ભાગોમાં 2.8%નો ઘટાડો થયો છે. તો ઝૂપ્લાના રિસર્ચ ડિરેક્ટર રિચાર્ડ ડોનેલ જણાવે છે કે ખરીદનાર મળે તે પહેલાં જ 10માંથી એક ઘરની કિંમત 10 ટકાથી વધુ ઘટી ગઈ હતી.

નેશનવાઇડના ચીફ ઇકોનોમિસ્ટ રોબર્ટ ગાર્ડનરે જણાવ્યું હતું કે “હાઉસિંગ માર્કેટની પ્રવૃત્તિ નબળી રહી છે. ઓગસ્ટમાં મકાન ખરીદી માટે માત્ર 45,400 મોરગેજ મંજૂર કરયા હતા, જે 2019ના કોવિડ રોગચાળા પહેલાંની માસિક સરેરાશ કરતાં 30% નીચે હતા.

બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ગયા મહિને વ્યાજ દરોને 5.25% પર હોલ્ડ પર રાખ્યા હોવા છતાં, હાલમાં મોરગેજ વ્યાજ દરો રોગચાળા પછી જોવા મળેલા ઐતિહાસિક નીચા સ્તર પર પાછા ફરે તેવી શક્યતા નથી. ડિસેમ્બર 2021થી યુકેના વ્યાજ દરોમાં 14 વખત વધારો થતાં લોકોમાં ખરીદ શક્તિ ઘણી ઓછી થઈ ગઈ છે.

LEAVE A REPLY

6 + 2 =