(Photo by Christopher Furlong/Getty Images)

બ્લેક લાઇવ્સ મેટર જૂથના સહ-સ્થાપક અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં મદદ કરી ગુલામોના વેપારી એડવર્ડ કોલ્સ્ટનની પ્રતિમાને તોડી પાડનાર ઝેહરા સલીમને દાનમાં મળેલા £30,000ની છેતરપિંડી કરવાના એક આરોપ માટે દોષિત ઠરાવાઇ હતી. તેણીને 31 ઓક્ટોબરે બ્રિસ્ટોલ ક્રાઉન કોર્ટમાં સજા સંભળાવવામાં આવશે.

ઓલ બ્લેક લાઇવ્સ બ્રિસ્ટોલ જૂથના સહ-સ્થાપક અને પટકથા લેખક 23 વર્ષની ઝેહરા સલીમ તે પાંચ યુવાનોમાંની એક હતી જેમણે યુ.એસ.માં પોલીસ અધિકારીઓ દ્વારા જ્યોર્જ ફ્લોઇડની હત્યાના જવાબમાં બ્રિસ્ટોલ સિટી સેન્ટરમાં 7 જૂન, 2020ના રોજ એક વિરોધનું આયોજન કર્યું હતું. તે વખતે પ્રદર્શનના ખર્ચને આવરી લેવા અને PPE માટે ચૂકવણી કરવા એક ઑનલાઇન ભંડોળ એકત્ર કરવાની શરૂઆત કરી હતી.

આયોજકો ઇવેન્ટ પહેલા તેમાંથી બચેલા પૈસા ચેન્જિંગ યોર માઇન્ડસેટ નામના બ્રિસ્ટોલ યુવા જૂથને આપવા માટે સંમત થયા હતા, જેણે શહેરના વંચિત સેન્ટ પોલ વિસ્તારના યુવાનો માટે આફ્રિકાની જીવન બદલી નાખતી સફર માટે ભંડોળનો ઉપયોગ કરવાની યોજના બનાવી હતી.

એવન અને સમરસેટ પોલીસે દાનના પૈસા ગાયબ થઈ ગયા પછી BristBLM નામના GoFundMe પેજની પોલીસે તપાસ કરી હતી અને યુવોન મૈના તરીકે જાણીતી રોમફોર્ડ, એસેક્સની સલીમ સલીમની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

one + 6 =