કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહ (ANI Photo)

મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે રાષ્ટ્રપિતા મહાત્મક ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને ભારતના સપુત કહેતા વિવાદ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે ગોડસે મુઘલ શાસકો બાબર અને ઔરંગઝેબ જેમ આક્રમણખોર ન હતાં કારણ કે તેમનો જન્મ ભારતમાં થયો હતો. આ ટીપ્પણીના આકરી ટીકા કરતાં રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે આ ટીપ્પણીને આધારે ઘણા લોકો ભાજપના આ નેતાને દેશને સપુત કહી શકશે નહીં.

કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે હત્યારોને તેમના મૂળને આધારે અલગ કરી શકાય નહી. મને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ તેમના આ નિવેદનની ટીકા કરશે.

શુક્રવારે છત્તીસગઢના દંતેવાડા શહેરમાં પત્રકારો સાથે વાતચીત કરતા ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે જેઓ પોતાને બાબર અને ઔરંગઝેબની ઔલાદ તરીકે ઓળખાવવામાં ખુશ છે તેઓ ભારત માતાના સાચા સપુત બની શકતા નથી. ગોડસે અંગે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના નિવેદન અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ગોડસે ગાંધીના હત્યા હતા, પરંતુ તે ભારતના સપુત પણ હતા. તેઓ ભારતમાં જન્મ્યાં હતાં. તેઓ બાબર કે ઓરંગઝેબની જેમ આક્રમણખોર ન હતા.

LEAVE A REPLY

3 + 2 =