NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI7_12_2021_0010100001)

ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવા આશરે 37,000 કેસ નોંધાયા હતા અને 724 લોકોના મોત થયા હતા. આની સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધી 3.08 કરોડ થઈ હતી અને મૃત્યુઆંક વધી 4,08,764 થયો હતો. દેશમાં રવિવાર સાંજ સુધીમાં આશરે 4,50,899 એક્ટિવ કેસ હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવાારે સાંજે જાહેર કરેલા ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં વધુ 37,154 દર્દીઓનો પોઝિટિવ આવ્યા હતા અને 724ના મોત થયા હતા. નવા કેસ સામે છેલ્લાં 24 કલાકમાં 39,649 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા હતા.

ભારતમાં વધુ 37 હજાર કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 3,08,74,376 થઈ ગયો હતો. બીજી તરફ સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ 3 કરોડને પાર કરીને 3,00,14,713 થઈ ગઈ હતી. કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા વધતા રિકવરી રેટ વધીને 97.22% થયો હતો.

કોરોનાના નવા કેસની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા મોટી નોંધાવાના લીધે એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં કોરોનાના નવા કેસ ધીમી ગતિએ ઘટતા હોવાથી એક્ટિવ કેસ પણ ધીમી ગતિએ ઘટી રહ્યા છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4,50,899 થઈ ગઈ છે. દેશમાં રવિવાર સાંજ સુધીમાં વેક્સિનના 37.73 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.