પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સંશોધકોના જણાવ્યાનુસાર કોરોનાના સાજા થયેલા દર્દીઓ માટે  રસીનો એક ડોઝ જ પૂરતો રહેશે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં વાઇરસ સામે લડવા જરૂરી એન્ટીબોડીઝ હાજર હોવાથી આવા દર્દીઓમાં એન્ટીબોડીઝ વધીને પર્યાપ્ત કે ઉચ્ચ માત્રાએ પહોંચવાનું સાત જ દિવસમાં શક્ય બને છે. કોરોના ના થયો હોય અને રસીનો પહેલો જ ડોઝ લીધો હોય તેવા લોકોમાં આવું થતું નથી.

રસીનો જથ્થો પર્યાપ્ત ના હોય તેવા સંજોગોમાં ડોઝનું પ્રમાણ ઘટાડી શકાય કે નહીં તે મુદ્દે કરાયેલા અભ્યાસમાં અમેરિકી સંશોધક ફ્લોરિયન ક્રેમર સહિતના સંશોધકોએ જણાવ્યું છે કે અગાઉ કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં એન્ટીબોડીઝની હાજરી હોવાના સંજોગોમાં કોરોના રસીના એક ડોઝથી પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો હોય છે. આ તારણની સમીક્ષા જો કે હજી કરાઈ નથી.

અમેરિકાની મેરીલીન યુનિવર્સિટીની મેડીસીન સ્કૂલના વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે રોગ પ્રતિકારક સિસ્ટમના મેમરી બી કોષો સક્રિય બનવાથી બીજા તબક્કામાં પ્રતિભાવ આવતો હોય છે. આ અને આવા અન્ય સંશોધકોના કારણો કોરોના રસીનો એક ડોઝ પર્યાપ્ત હોવાનું સૂચવે છે. આ અભ્યાસ અંગે યુ.કે.ની એડીનબર્ગ યુનિવર્સિટીના એલિનોર રીલેએ આવા તારણોને આવકારવા છતાં રસીના બે ડોઝ જ વધુ સલામત હોવાનું જણાવ્યું હતું.