A person who was declared dead of corona two years ago in a Vadodara hospital returned home

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડાને પગલે રાજ્ય સરકારે બુધવારે કોરોના નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપી હતી. રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કરફ્યુના સમયમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ મહાનગરોમાં હવે રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા કરફ્યુનો અમલ થશે. સરકારે ગણેશોત્સવ યોજવાની કેટલીક મર્યાદા સાથે છૂટ આપી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખુલ્લી જગ્યામાં જાહેર સમારંભો 200 વ્યક્તિની મર્યાદા વધારીને 400 વ્યક્તિની કરવામાં આવી છે. આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.

​​​​​​​સમગ્ર રાજ્યમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવામાં આવી છે. લગ્ન સમારોહમાં હવે 200ને બદલે 400 લોકો ઉપસ્થિત રહી શકશે અને આ 8 મહાનગરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.