Getty Images)

જાન્યુઆરી મહિનાની શરુઆતમાં ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલો કોરોના વાયરસ મહામારી બની ગયો છે. વિશ્વમાં કોરોના વાયરસના સંક્મણનો આંકડો 1.31 કરોડને પણ આંબી ગયો છે. અમેરિકામાં સૌથી 33.44 લાખ લોકોને કોરોનાનું સંક્રમણ અને 1.35 લાખથી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કુલ 9 લાખથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે પરંતુ અમેરિકા અને ભારતની વસ્તીની સરખામણી કરીએ તો અમેરિકામાં સંક્રમણ વધારે છે.

અમેરિકાની કુલ વસ્તી 33 કરોડ જેટલી છે તે જોતા કુલ વસ્તીના 1 ટકાને કોરોના થયો છે. અમેરિકામાં કોરોના વાયરસ આટલો હાહાકાર મચાવશે એ કોઇ જ જાણતું ન હતું. જાન્યુઆરીમાં ચીનના વુહાનમાં કોરોનાની મહામારી દેખાઇ ત્યારે અમેરિકામાં એક પણ કેસ નોંધાયો ન હતો. અમેરિકામાં ફેબુ્આરી માસની 15 તારીખ સુધી કોરોના વાયરસના માત્ર 15 કેસ હતા. નવાઇની વાત તો એ છે કે માર્ચ મહિનાની શરુઆતમાં માત્ર ૭૫ કેસ હતા પરંતુ જયારે 7 માર્ચના રોજ માત્ર 435 કેસ હતા જે 15 માર્ચના રોજ વધીને 3613 થયા હતા.

જયારે ૩૧ માર્ચના રોજ કોરોના વાયરસના 163728 કેસ નોંધાયા હતા. એપ્રિલ મહિનાની 6 તારીખ સુધીમાં એટલે કે માત્ર 6 દિવસમાં વાયરસ સંક્રમિત લોકોની સંખ્યા વધીને બમણી થઇ હતી પરંતુ વર્તમાન સમયમાં કોરોના વાયરસનો ગઢ બની ગયું છે. અતિ વિકસિત અને સુપર પાવર ગણાતો દેશ પણ કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકયો નથી.

કોરોના અમેરિકાને ભરડો લઇ રહયો હતો ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૂરંગમાં જોવા મળતા અંધકાર પછીના પ્રકાશને જોઇ રહયા હોવાનું જણાવીને દેશ કોરોના વાયરસના સંક્રમણથી ઝડપથી બહાર આવશે એવી આશા વ્યકત કરી હતી પરંતુ આજે સ્થિતિ એ છે કે મહાસત્તા કોરોના સંક્રમણ સામે લાચાર જણાય છે આથી જ તો 1 ટકા જેટલી વસ્તી તેનો ભોગ બની છે. અમેરિકા જેવા દેશમાં પણ અમેરિકામાં પણ સ્વાસ્થ્ય ઉપકરણોની તંગી જોવા મળી રહી છે.