ઈરાન સરકારના કહેવા પ્રમાણે બીજા 129 કોરોનાગ્રસ્ત દર્દીઓનાં મોત થયા હતા. એ સાથે જ ઈરાનમાં મૃત્યુ આંક 853 થયો હતો. વિશ્વમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 6686 લોકો દમ તોડી ચૂક્યા છે. ચીનમાં 14 અને સ્પેનમાં 15ના મોત થયા હતા. સ્પેનમાં 24 કલાકમાં 1200 નવા કેસ નોંધાતા દોડધામ મચી ગઈ હતી.
ચીનમાં 14 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુ આંક 3213 થયો હતો. વિશ્વમાં કોરોનાના કારણે 6686 લોકોનાં મોત થયા હતા. ઈરાન સરકારના કહેવા પ્રમાણે 24 કલાકમાં 129 લોકોનાં મૃત્યુ થયા હતા. સ્પેનમાં અચાનક કોરોનાના કેસની સંખ્યામાં ભારે વધારો થવા માંડયો હતો. એ કારણે સિૃથતિ અતિશય ખરાબ થવા માંડી હતી. સ્પેનમાં કુલ 9191 લોકો કોરોનાના ભરડામાં આવ્યા હતા. એમાંથી 530 લોકો સાજા થઈ ચૂક્યા છે, પરંતુ હજુય 8300 કરતાં વધુ દર્દીઓ સારવાર
સ્વીડનમાં 1000 કરતાં વધુ નાગરિકો કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા હોવાથી સરકારે 28 અબજ યુરોનું વિશેષ પેકેજ કોરોના સામે લડવા માટે જાહેર કર્યું હતું. ઓસ્ટ્રેલિયામાં 75 નવા કેસ દર્જ થતાં કુલ કેસ 350ની પાર પહોંચી ગયા છે. સાઉથ કોરિયામાં 8200 કેસ નોંધાઈ ચૂક્યા છે અને એમાંથી 1130 કરતાં વધુ લોકો સાજા થયા છે.
ફ્રાન્સમાં રવિવારે 29 લોકોના મોત થયા પછી સિૃથતિ કાબુમાં લેવા આરોગ્ય વિભાગે પગલાં ભર્યા છે. ફ્રાન્સમાં 5400 કરતા વધુ કેસ નોંધાયા છે અને માત્ર 12 લોકોની જ રિકવરી થઈ છે. બ્રિટનમાં 152 નવા કેસ દર્જ થતાં કોરોનાગ્રસ્ત લોકોનો આંકડો 1500ને પાર પહોંચ્યો હતો. બ્રિટનમાં અત્યાર સુધીમાં 35નાં મોત થઈ ચૂક્યા છે.
ઈટાલીમાં એક દિવસમાં 368નાં મોત થયા પછી હાહાકાર મચી ગયો હતો. ચીન પછી સૌથી વધુ 1809 મોત ઈટાલીમાં થયા હતા. ચીનમાં મૃત્યુ આંક ઘટતા થોડી રાહત રહી હતી, પરંતુ ઈટાલીમાં સિૃથતિ સૌથી વધુ ખતરનાક બની ગઈ હતી.
પાકિસ્તાનમાં કોરોના વાયરસના સંક્રમણના 41 નવા કેસ સાથે સોમવારે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 94 થઈ હતી. તમામ નવા કેસ દક્ષિણી સિંધ પ્રાંતમાંથી સામે આવ્યા છે અને સરકારી પ્રવક્તાએ તેઓ ઈરાનની સરહદ પર તાફતાનથી સિંધ સ્થાનાંતરિત કરવામાં આવેલા લોકો હોવાની માહિતી આપી હતી.
આ સાથે જ સિંધ પ્રાંતમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓનો આંકડો 76 થઈ ગયો છે જે પૈકીના બે દર્દીની સ્થિતિ સુધારા પર હોવાથી બાકીના 74ને અલગ રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનની તમામ શૈક્ષણિક સંસ્થાઓને પાંચમી એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અને તમામ યુનિવર્સિટી, હોસ્ટેલ્સને આઈસોલેશન સેન્ટરમાં ફેરવી દેવામાં આવ્યા છે.
અમેરિકામાં 134 નવા કેસ દર્જ થયા તે સાથે જ કોરોનાગ્રસ્ત નાગરિકોનો આંકડો 3800ને પાર થયો હતો. 3600 જેટલા દર્દીઓ હજુય સારવાર હેઠળ છે.દરમિયાન લોકોમાં કોરોનાનો ભારે ભય ફેલાતા ચીજવસ્તુઓની સંગ્રહ ખોરી થવા માંડી હતી. લોકો ચીજવસ્તુઓ ખરીદીને ઘરમાં જમા કરવા લાગ્યા હતા. એ પછી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે લોકોએ આટલો ભય રાખવાની જરૂર નથી અને સંગ્રહખોરી પણ કરવાની જરૂર નથી. સાવધાની રાખવાની જરૂર છે, સિૃથતિ કંટ્રોલમાં છે.
ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં અિધકારીઓ સાથે બેઠક કરીને સિૃથતિ જાણી હતી અને આગામી દિવસોમાં કેવા પગલાં ભરવા તેની ચર્ચા થઈ હતી. એ પછી મીડિયાને સંબોધતા ટ્રમ્પે લોકોને અપીલ કરી હતી કે સંગ્રહખોરી માટે ભાગદોડ કરીને ખોટી અરાજકતા ન ફેલાવો. એક પણ ચીજવસ્તુની અછત સર્જાશે નહીં. અમેરિકામાં ધ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે કહ્યું હતું કે 50 લોકોથી વધુ એક સાથે એક સૃથળે ન મળે તે હિતાવહ છે.