દુનિયાભરમાં કોરોનાનો ભય લોકોમાં એવો વ્યાપી ગયો છે કે લોકો એકબીજા સાથે મિલાવતા પણ ડરે છે, આવું જ કાંઇક જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે પણ થયું, તેમણે જ્યારે તેમના એક પ્રધાન સામે હાથ લંબાબ્યો તો તેમણે હાથ ન મિલાવ્યો.

એક બેઠકમાં મર્કેલનાં મંત્રી હોર્સ્ટ સી હોફરે તેમની સાથે હાથ ન મિલાવ્યો, અત્રે ઉલ્લેખનિય છે કે જર્મનીમાં કોરોના વાયરસથી મરનારાની સંખ્યા 150 પહોંચી ગઇ છે.

ચીનનાં હુબેઇ પ્રાંતની રાજઘાની વહાનથી શરૂ થયેલા આ જીવલેણ વાયરસની ઝપેટમાં અત્યાર સુંધીમાં વિશ્વનાં 65 દેશનાં 3100 લોકોનાં મોત થઇ ચુક્યા છે, જ્યારે લગભગ 89000 લોકોને વાયરસનો ચેપ લાગ્યો છે, કોરોનાનો કહેર અટકવાનુ નામ લેતો નથી.

પરંતું તેનાથી સૌથી વધું પ્રભાવીત ચીનનાં લોકો જ થયા છે, આ વાયરસને લઇને તૈયાર કરવામાં આવેલી એક રિપોર્ટ મુંજબ ચીનમાં થયેલા મૃતકોમાં 80 ટકાની ઉંમર 60થી વધું છે.