Getty Images)

કોરોના વાઈરસના કેસોની સંખ્યા 1.3 કરોડને પાર પહોંચી છે. હવે પરિસ્થિતિ આનાથી પણ ખરાબ થઈ શકે છે. તેવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર ટેડ્રોસ અદાનહોમ જણાવી રહ્યા છે. ટેડ્રોસનું કહેવું છે કે કોરોનાવાઈરસથી બચવા માટે બેઝિક સાવચેતીના પગલા ન લેવામાં આવ્યા તો સ્થિતિ અતિગંભીર બની શકે છે.

એક વર્ચ્યુઅલ મીટિંગમા ટેડ્રોસે જણાવ્યું હતું કે, હાલ ઘણા બધા દેશો ખોટી દિશામાં આગળ વધી રહ્યા છે. હાલ આ વાઈરસ જનતાનો સૌથી મોટો દુશ્મન છે. જો બેઝિક સાવચેતીના પગલાં ન લેવામાં આવ્યા તો મહામારી ચાલતી જ જશે અને તે અતિગંભીર બનતી જશે.

હાલ દેશમાં અનલોક લાગુ છે. તેનો પ્રભાવ કોરોનાના કેસ પર સાફ નજરે પડી રહ્યો છે. ભારત સહિત અનેક દેશ અનલોક તરફ વળ્યા છે. જો આ સમયે સાવચેતી ન રાખવામાં આવી તો આવનારી પરિસ્થિતિની કલ્પના પણ થઈ શકે તેમ નથી. ભારતમાં હાલ કોરોનાવાઈરસના કેસોની કુલ સંખ્યા 9,06752 છે. તેમાંથી 57 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે. ગુજરાતમાં કોરોનાના કેસોનો આંકડો 42 હજારને પાર કરી ગયો છે.