યુકે સરકારના સહયોગથી પ્રસ્તુત

કોરોનાવાઈરસ રોગચાળો શમી રહ્યો છે અને મરણ પામનારા તેમજ ચેપ લાગવાના કારણે હોસ્પિટલમાં દાખલ થઇ રહેલા લોકોની સંખ્યામાં જોરદાર ઘટાડો થઇ રહ્યો છે ત્યારે બ્રિટનના અર્થતંત્રને લાંબા લોકડાઉન પછી ફરીથી વેગવાન બનાવવાના આશયે સરકારે વિવિધ વેપાર – ઉદ્યોગોને પોતાનુ કામકાજ ફરીથી શરૂ કરવા માટે મંજૂરી આપી છે. વેપાર – ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ કઇ રીતે સુરક્ષીત કામ પર પાછા ફરી શકે, કામના સ્થળે કેવી તકેદારી રાખવી, કામના સ્થળે જતા આવતા કઇ સાવચેતી રાખવી તે માટે સરકારે જાહેર કરેલી કેટલીક માહિતી અત્રે આપવામાં આવી છે. પણ જો આપને વધુ માહિતી જોઇતી હોય તો એની વિગતો અહીં મળી શકે છેઃ https://www.gov.uk/guidance/working-safely-during-coronavirus-covid-19

સરકારે વિવિધ વેપાર ઉદ્યોગોનુ સંચાલન કરતા બિઝનેસમેનો અને ઉદ્યોગપતિઓને પણ તેમના કામના સ્થળે કર્મચારીઓ અને કામદારો પોતાનુ કામ બરોબર રીતે સુરક્ષીત વાતાવરણમાં કરી શકે તે માટે કેટલુંક માર્ગદર્શન આપ્યું છે. એમ્પલોયર અને કર્મચારીઓ ઉપરાંત સેલ્ફ એમ્પલોઇડ લોકોને પણ સલામત રીતે કેવી રીતે કાર્ય કરવું તે માટે માર્ગદર્શન અપાયુ છે. નાના, મધ્યમ અને મોટા કદના બિઝનેસીસ અને ઉદ્યોગોએ કેવી તકેદારી રાખવી, સામાજીક અંતરના કેટલા અને કેવા પગલા લેવા તેની સવિસ્તર માહિતી અને કેસ સ્ટડીઝ અહિં રજૂ કર્યા છે અને આપના બિઝનેસ અને ઉદ્યોગને અનુકુળ આવે તેવા અન્ય કેસ સ્ટડીઝ આપ આ વેબસાઇટ પર જોઇ શકશો. https://businesssupport.blog.gov.uk/category/case-studies/

આપણે જાણીએ છીએ કે કોરોનાવાયરસ રોગચાળો ચેપ ધરાવનાર લોકો દ્વારા ઉચ્છવાસ, છીંક અને ખાંસી ખાવાના કારણે હવામાં ફેંકાયેલા ડ્રોપલેટ્સ જે તે ચીજ વસ્તુની સપાટી પર અને ઘણી વખત સામેની વ્યક્તિ પર પડે છે અને તેના સંપર્કમાં આવનાર વ્યક્તિ વાયરસના ચેપનો ભોગ બને છે. આવા સંજોગોમાં સલામત રીતે કામ પર પાછા ફરવું અને ધરે સલામત પરત આવવું, સુરક્ષિત રીતે કામ કરવું, કામ પર અને મુસાફરી દરમિયાન સલામત સામાજિક અંતર જાળવવુ, માસ્ક પહેરવો વગેરે ખૂબ જરૂરી છે. કોરોના વાઈરસ રોગચાળો શમી રહ્યો હોવાના પુરાવા મળી રહ્યા છે તેથી કામ પર પરત જવા માટે ડર અનુભવવાની જરા પણ જરૂર નથી. સરકારે આ અંગે જરૂરી તકેદારી રાખી જ છે. આ લેખમાં જણાવેલ અને વેબસાઇટ પર આપવામાં આવેલી માર્ગદર્શિકા અને સલાહનું પાલન કરશો તો તમારા કામ પર અને મુસાફરી દરમિયાન તમે સલામત રહેશો.

સલામત રીતે કામ કરવા માટે 5 પગલાં

તમારા વેપાર કે ઉદ્યોગના સ્થળે કામ શરૂ કરાવતા પહેલા ખાતરી કરો કે તમે તમારા કામના સ્થળ સંબંધિત બધી માર્ગદર્શિકાઓ વાંચી છે. દરેક માર્ગદર્શિકામાં જે તે ઉદ્યોગો માટે લેવા જોઇતા પગલાઓના આધારે વિશિષ્ટ સલાહ આપવામાં આવી છે.

  1. કોવિડ-19ના જોખમની ચકાસણી કરો:

તમારા બિઝનેસ કે ઉદ્યોગમાં ફરીથી કામ શરૂ કરાવતાં પહેલાં તમારા કામના સ્થળની સલામતીની ખાતરી કરવા HSE માર્ગદર્શિકાને લક્ષમાં રાખીને જોખમનુ મૂલ્યાંકન કરો. તમારા કામાદારો અથવા ટ્રેડ યુનિયન સાથે ચર્ચા કરો અને જોખમના એસેસમેન્ટના પરિણામો તમારા કામદારોને અને તમારી વેબસાઇટ પર જણાવો.

  1. સફાઈ, હાથ ધોવા અને સ્વચ્છતા જાળવવાની પ્રક્રિયાઓને વિકસીત કરો:

તમારા બિઝનેસ કે ઉદ્યોગના સ્થળે વારંવાર હાથ ધોવા જોઇએ અને જે તે સપાટીની સફાઇ અવારનવાર કરવી જોઇએ. લોકોને હાથ ધોવા અને સ્વચ્છતા અંગેની સલાહનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. વોશરૂમ ઉપરાંત, કામના સ્થળે હેન્ડ સેનિટાઇઝર આપવા. જેને નિયમીતપણે સ્પર્શ કરાતો હોય તે સાધનો અને સપાટીઓને વારંવાર જંતુનાશક વડે સાફ કરવી જોઇએ. વ્યસ્ત વિસ્તારોમાં સફાઈ વધારવી જોઇએ. શૌચાલયોના સ્પષ્ટ ઉપયોગ અને સફાઇ માટે માર્ગદર્શન આપવું જોઇએ. હાથ ધોયા પછી  સુકવવા માટે ટીસ્યુ પેપર અથવા ઇલેક્ટ્રિકલ ડ્રાયર્સની સુવિધાઓ પૂરી પાડવી જોઇએ.

  1. લોકોને ઘરેથી કામ કરવામાં સહાય કરો:

લોકોને ઘરથી કામ કરવામાં સહાય કરવા તમારે બધા વાજબી પગલાં ભરવા જોઈએ અને કર્મચારીઓ સાથે ઘરેથી કામ કરવાની વ્યવસ્થા અંગે ચર્ચા કરો. ખાતરી કરો કે તેમની પાસે ઘરે રહીને કામ કરી શકાય તેવા યોગ્ય ઉપકરણો છે, ઉદાહરણ તરીકે વર્ક સિસ્ટમ્સનો રીમોટ એક્સેસ. તેઓ આવશ્યક સંદેશાવ્યવહાર કરી શકે તે લક્ષમાં રાખો. તેમની શારીરિક અને માનસિક સુખાકારીની સંભાળ રાખો.

  1. શક્ય હોય ત્યાં 2 મીટરનુ સામાજિક અંતર જાળવો:

જ્યાં શક્ય હોય ત્યાં લોકો વચ્ચે 2 મીટરનુ અંતર જળવાય તે જુઓ. કામદારો અને મુલાકાતીઓ માટે સામાજિક અંતરની માર્ગદર્શિકાની યાદ અપાવતા સંકેતો મૂકો. વર્કસ્ટેશનને શેર કરવામાં ન આવે તેની કાળજી રાખો. લોકોને 2 મીટરનુ અંતર રાખવામાં સહાય મળે તે માટે વિસ્તારોને ચિહ્નિત કરવા માટે ફ્લોર પર ટેપ અથવા પેઇન્ટ લગાવો. શક્ય હોય તો કામના સ્થળે અવરજવર માટે વન-વેની વ્યવસ્થા કરો. શક્ય હોય તો મુલાકાતીઓ એપોઇન્ટમેન્ટ દ્વારા જ આવે તેવુ ગોઠવો.

  1. બે મીટરનુ અંતર જળવાય તેમ ન હોય ત્યાં ચેપના જોખમ અંગે તકેદારી રાખો:

જ્યાં લોકો 2 મીટરનુ અંતર જાળવી ન શકે ત્યાં ચેપના જોખમને ટાળવા માટે તમારે બધું વ્યવહારિક કરવું જોઈએ. નક્કી કરો કે વ્યવસાય ચલાવવા માટે કઈ પ્રવૃત્તિ ચાલુ રાખવી જરૂરી છે? તે પ્રવૃત્તિ બને એટલી ઝડપથી પતી જાય તેનુ ધ્યાન રાખો. લોકોને એકબીજાથી અલગ રાખવા માટે સ્ક્રીન અથવા બેરીયરનો ઉપયોગ કરો. શક્ય હોય ત્યારે એક બીજા તરફ ઉંધા રહીને કે આજુ-બાજુમાં રહીને કામ કરવા પ્રેરો. કર્મચારીઓનો કામ પર આવવા જવાનો ટાઇમ બદલો. કોરોનાવાયરસ સામે સુરક્ષીત રહેવા માટે દરેક કામદારોને એક જ ટીમમાં રાખો. સુરક્ષીત અંતર રાખવા જણાવો અને બને તેટલો તેઓ સામસામો સંપર્ક ન રાખે તે જોવાથી ચેપ લાગવાનુ જોખમ ઘટાડી શકશો.

કામે જવા માટે મુસાફરી

  1. શું તમારી મુસાફરી જરૂરી છે?

તમે મુસાફરી શરૂ કરો તે પહેલા તમારે નક્કી કરવું જોઇએ કે શું તે જરૂરી છે. તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ સીસ્ટમ અને રસ્તા પરનો ભાર (ભીડ) ઘરેથી કામ કરીને, ઓછી વખત અને સ્થાનિક વિસ્તારમાં શોપીંગ કરીને તેમજ ચાલીને કે સાયકલીંગ કરીને ઘટાડી શકો છો.

  1. તમારી મુસાફરીનુ આયોજન કરો:

પહેલાથી ઓયજન કરી સીધો રૂટ કસંદ કરો. ઓફ-પીક સમયમાં મુસાફરી કરી શકો છો? શક્ય હોય તો ચહેરો કોઇ કપડા કે માસ્ક વડે ઢાંકી રાખો અને હેન્ડ સેનીટાઇઝર સાથે રાખો. જો તમને મદદની જરૂર હોય તો તમે સામાન્ય રીતે મેળવતા હતા તેમ જ મદદ મેળવો. તમારી યાત્રા શરૂ કરો તે પહેલા જ તમારા હાથ ધુઓ કે જંતુરહિત કરો.

  1. મુસાફરી દરમિયાન:

શક્ય હોય તો બીજી વ્યક્તિથી બે મીટર દૂર રહો. અન્ય લોકોથી નજીક હો ત્યારે ચહેરો ઢાંકેલો રાખો. શક્ય હોય ત્યાં કોન્ટેક્ટલેસ પેયમેન્ટ કરો. ધીરજ રાખો અને ટ્રાન્સપોર્ટ કર્મચારીઓની સૂચનાને અનુસરો. શક્ય એટલી વધુ વખત હાથ ધુઓ કે જંતુરહિત કરો.

  1. મુસાફરી પૂરી કરો ત્યારે:

આપ  મુસાફરી પૂરી કરો ત્યારે આપના ગંતવ્ય સ્થળના માર્ગદર્શનને અનુસરો, શક્ય હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટથી આપના ઘર સુધી સાયકલ દ્વારા કે ચાલીને જાવ. બને તેટલુ જલદી આપના હાથ ધોઇ નાંખો. જો આપણે મુસાફરી દરમિયાન સતર્ક રહીશું તો આપણે વાયરસ પર નિયંત્રણ મેળવી શકીશુ. વધુ માહિતી માટે www.gov.uk/coronavirus ની મુલાકાત લો.

સરકાર દ્વારા 8 પ્રકારના વેપાર, વ્યવસાય અને ઉદ્યોગો માટે માર્ગદર્શિકાઓ જાહેર કરાઇ છે જે વિવિધ પ્રકારનાં કાર્યને આવરી લે છે. ઘણા બિઝનેસીસ એક કરતાં વધુ પ્રકારનાં કાર્યસ્થળો જેમ કે ઑફિસ, ફેક્ટરી અને વાહનોનો કાફલો ધરાવે છે અને તેમાં લોકો કામ કરે છે. સરકાર દ્વારા તેના માટે માર્ગદર્શિકાઓ જાહેર કરાઇ છે. બની શકે છે કે તમારે આમાંથી એક કરતાં વધુ સલાહ કે માર્ગદર્શનનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. ભવિષ્યમાં વધુ વ્યવસાયો ફરીથી ખોલવામાં આવે ત્યારે તેના વિષે પણ વધુ માર્ગદર્શન પ્રકાશિત કરવામાં આવશે. શૈક્ષણિક, બાળ સંભાળ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના સંચાલકો માટે જુદુ માર્ગદર્શન આપવામાં આવશે.

હાલમાં બાંધકામ અને અન્ય આઉટડોર વર્ક, ફેક્ટરીઓ, પ્લાન્ટ્સ અને વેરહાઉસ, લેબ્સ અને રીસર્ચ ફેસેલીટી, ઓફિસ અને કોલ સેન્ટર્સ, અન્ય લોકોના ઘરોની મુલાકાત લેવાનુ કામ કરતા, ડીલીવરી કરતા લોકો, રેસ્ટોરન્ટ્સ અને ટેક અવે ધરાવતા તેમજ ડીલીવરી કરતા લોકો માટે, દુકાનો, શાખાઓ, સ્ટોર્સ અથવા સમાન વાતાવરણમાં કામ કરતા લોકો અને વાહનો ચલાવવાનુ કામ કરતા કુરિઅર્સ, મોબાઇલ કામદારો, લૉરી ડ્રાઇવરો, ટ્રાન્સપોર્ટ માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

ઉત્પાદન અને સપ્લાય કરતી સીએચએચ કોનેક્સ લિમિટેડ દ્વારા સ્ટાફને સુરક્ષિત રાખવા માટે સરળ પણ અસરકારક યોજનાનો અમલ

કેબલ એસેમ્બલીઓનું ઉત્પાદન કરતી, એન્ક્લોઝરમાં ઇલેક્ટ્રોનિક્સને જોડતી, એન્જિનિયર સાધનો અને ટૂલિંગ પૂરા પાડતી બર્મિંગહામ સ્થિત સીએચએચ કોનેક્સ લિમિટેડ કંપનીએ મુખ્યત્વે રોગચાળા દરમિયાન ઇમર્જન્સી ઇજનેરો માટે પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વીપમેન્ટ (PPE)ના વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેઓ સરકારની સલાહનું પાલન કરે છે અને કર્મચારીઓને આરોગ્યમય રાખવા માટે કર્મચારીઓ સાથે સ્પષ્ટ સંદેશાવ્યવહાર કરે છે.

સીએચએચ કોનેક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, ટિમ હ્યુજેઝે કહ્યું હતું કે ‘’સીએચએચ ખાતે 60 સભ્યોની એક અદભૂત ટીમ હોવા બદલ અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ અને આવા કટોકટીના સમયે અમે નિયમિત અને દ્વિ-માર્ગીય સંદેશાવ્યવહાર પર ખૂબ મહત્વ આપીએ છીએ. લોકડાઉન શરૂ થયા પછી અમારા વેચાણમાં 50% ઘટાડો થતો જોયો છે તેથી અમે કોરોનાવાયરસ જોબ રીટેંશન સ્કીમનો ઉપયોગ કરી કેટલાક કામદારોને ફર્લો કર્યા છે અને અમારા એચઆર મેનેજર તેમના કલ્યાણની ખાતરી રાખવા તેમના દરેકના નિયમિત સંપર્કમાં રહે છે.

અમારી આખી ટીમને અમે માહિતગાર રાખીએ છીએ કે અમે ક્યાં છીએ, અને બિઝનેસ તરીકે અમે શું કરવાનું વિચારીએ છીએ, અને તેઓ તેમના વિચારોને વિકસાવવા સહિતની પોતાના  ભૂમિકા ભજવવામાં હંમેશની જેમ તેજસ્વી રહ્યા છે. એક સરળ પણ અસરકારક અભિગમનો ઉપયોગ કરીને, અમે પરિસ્થિતિનું સંચાલન કરી રહ્યા છીએ અને દરેક સ્વસ્થ રહ્યા છે.

સીએચએચ દ્વારા રજૂ કરાયેલા મુખ્ય સિદ્ધાંતો:

  • ઑફસાઇટ થઈ શકે તેવા કાર્યોને ઓળખવા અને સંપૂર્ણ રીતે ઘરેથી આ કામ કરવા માટે કર્મચારીઓને ગોઠવવા.
  • ટીમના નબળા સભ્યોની ઓળખ કરી તેમને સુરક્ષીત કરવા.
  • બિલ્ડિંગની અંદર સામાજિક અંતરનુ પાલન કરી વિસ્તારો વચ્ચે લોકોની હિલચાલને ઘટાડવી.
  • સાઇટની આસપાસ હાથ ધોવાના સ્થાનો તેમજ નિયમિત હાથ ધોવા પ્રોત્સાહન આપવું.
  • ઑફસાઇટ અને મુલાકાતીઓની મીટિંગ્સ વર્ચુઅલ વિડિઓ દ્વારા અથવા ફોન કોલમાં બદલાઈ.
  • ટીમના વેલ્ફેરનું મૂલ્યાંકન કરવા માટે જે તે વિભાગના વડાઓ સાથે દૈનિક સંપર્ક અને કામના બોજ અને કર્મચારીઓના સ્તર વિષે સાપ્તાહિક ચર્ચાઓ કરવી.
  • કર્મચારીઓના કલ્યાણ અને નોકરીની સુરક્ષા વિશે કર્મચારીઓની ચિંતાઓનું શ્રેષ્ઠ સંચાલન કરી ક્રમશ: અને કાળજીપૂર્વક વિચારાયેલી ફર્લો પ્રક્રિયા.

શ્રી હ્યુજીસ જણાવ્યું હતું કે ‘’આ અભિગમ અમને કામ લાગી રહ્યો છે અને કેટલીક નવી પ્રક્રિયાઓ એટલી અસરકારક રહી છે કે અમે તેમને આગળ જતા પણ અપનાવીશું, પરંતુ અમે તેને નજરઅંદાજ કરતા નથી. અમે અમારી યોજનાઓની સમીક્ષા કરી રહ્યા છીએ અને જેને યોગ્ય માનીએ છીએ કે તે કરવાનું ચાલુ રાખીએ છીએ.

ફેબવેલ્ડ સ્ટીલ પ્રોડક્ટ્સ: સ્ટીલ કંપની કાર્યરત રાખવા માટે સલામત કાર્યકારી પગલાં અને કોરોનાવાયરસ જોબ રીટેન્શન યોજનાનો ઉપયોગ

શ્રોપશાયર સ્થિત ફેબવેલ્ડ સ્ટીલ પ્રોડક્ટ્સ (FSP)ના મેનેજિંગ ડિરેક્ટર રિચાર્ડ હિલ્ટને ટેલ્ફોર્ડ ફેક્ટરીને કામ કરતા લોકોને સુરક્ષિત રાખવા માટે તેમણે લીધેલા પગલાઓની ચર્ચા કરી છે.

“FSP એ ડ્રેનેજ અથવા પાવર કેબલ્સ જેવી અંડરગ્રાઉન્ડ સીસ્ટમના ક્ષેત્રે માર્કેટ લીડર છે, તેમજ બાંધકામ ઉદ્યોગ માટે જરૂરી સ્ટીલ ફેબ્રીકેટેડ પ્રોડક્ટ્સ અને બોસ્પોક પ્રોજેક્ટના કામમાં નિષ્ણાત છે.

રિચાર્ડ હિલ્ટને જણાવ્યું હતુ કે ‘’અમારી ટેલ્ફોર્ડ સાઇટમાં અમે 40 લોકોને રોજગારી આપીએ છીએ, પરંતુ વેચાણમાં 55%નો અને ઇન્કવાયરીમાં 75%નો ઘટાડો થવાના કારણે અમારો 30% સ્ટાફ ફર્લો કરવો પડ્યો છે. કોરોનાવાયરસ જોબ રીટેન્શન યોજનાનો આભાર, જેને કારણે અમે તેમની નોકરીને સુરક્ષીત કરવામાં સક્ષમ થયા છીએ, તેમની પાસે આવકનો સ્રોત પણ છે અને જ્યારે પણ શક્ય હશે ત્યારે પરત આવશે તે સમયે તેમની પાસે નોકરી પણ હશે. જ્યાં શક્ય હોય ત્યાં સ્ટાફ ઘરેથી કામ કરે છે. જો કે, અમે ઇચ્છીએ છીએ કે જેમને સાઇટ પર આવવાની જરૂર છે તેઓ આત્મવિશ્વાસ અનુભવે. તેથી અમે સલામત સામાજિક અંતર સુનિશ્ચિત કરવા, સ્ટાફના સ્વાસ્થ્ય અને સુખાકારીની ખાતરી કરવા માટે ઓપરેશનલ પ્રક્રિયાઓમાં મોટા ફેરફારો કર્યા છે.’’

રિચાર્ડ હિલ્ટને જણાવ્યું હતુ કે ‘’અમારા રીસ્ક એસેસમેન્ટમાં જણાયું છે કે ફેક્ટરીના કેટલાક ક્ષેત્રો કે જ્યાં કર્મચારીઓ નજીક રહીને કામ કરી રહ્યા છે તેમના માટે પી.પી.ઇ. જરૂરી છે, અને અમે તે આપી રહ્યા છીએ. અમે સફાઈના કલાકોમાં ચાર ગણો વધારો કરી રહ્યાં છીએ અને વધારાના સ્વચ્છતાનાં પગલાં પણ લઇ રહ્યા છીએ. અમે શિફ્ટમાં અલગઅલગ સમયે બ્રેક આપી રહ્યા છીએ અને કોમ્યુનલ વિસ્તારોમાં લોકોની સંખ્યાને મર્યાદિત કરી રહ્યા છીએ, સામાજિક અંતર જાળવવા માટે ઑફિસમાં બેસવાના લેઆઉટને બદલી રહ્યા છીએ, વોકવે પર 2-મીટરનુ અંતર બતાવતા નિશાનો કરાયા છે અને જ્યાં સdટેટીક ફેક્ટરી ઓપરેટર્સ છે ત્યાં બે મીટરનુ કોર્ડન કરાયું છે.

અમે ઘરેથી વેચાણ કરતી અને અડમીન ટીમો દ્વારા, અમારા ઉચ્ચ ગ્રાહક સેવાના ધોરણોને જાળવવાનું ચાલુ રાખીએ છીએ. જો કે, રાષ્ટ્રીય ગ્રીડ માટેના કોન્ટ્રેક્ટ જેવા નિર્ણાયક ઓર્ડર માટે અમારે અગ્રતા આપવી પડશે. અમે વિવિધતા પણ લાવ્યા છીએ અને અમારી ઉત્પાદન સુવિધાઓનો ઉપયોગ કરીને અમે બીજું શું બનાવી શકીએ છીએ તે જોવા માટે વિવિધ પ્રોડક્ટ્સ અને માર્કેટ તરફ ધ્યાન આપવાનું પણ શરૂ કર્યું છે. ”