અમેરિકામાં શુક્રવારે સતત ત્રીજા દિવસે કોરોનાના એક લાખથી વધુ કેસ નોંધાયા હતા. સમગ્ર અમેરિકામાં કોરોનાના થર્ડ વેવને પગલે શુક્રવારે 129,000 કેસ નોંધાયા હતા.

પ્રેસિડન્ટની ચૂંટણીના જંગ વચ્ચે દેશમાં અત્યાર સુધી ચાર વખત એક લાખથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લાં સાત દિવસની સરેરાશ આશરે 95,000 કેસની રહી છે. 50માંથી 20 રાજ્યોમાં શુક્રવારે વિક્રમજનક કેસ નોંધાયા હતા. ગુરુવારે પ્રથમ વખ કોરોનાના કુલ કેસ 120,000ને પાર કરી ગયા હતા.

ઇલિનોઇસમાં પ્રથમ વખત 10,000થી વધુ નવા કેસ નોંધાયા હતા. ઇન્ડિયાના, કંસાસ, મિનેસોટા, મિસોરી, નેબ્રાસ્કા, નોર્થ ડાકોટા, ઓહાયો અને વિસ્કોન્સિનમાં પણ વિક્રમ સંખ્યામાં નવા કેસ નોંધાયા હતા. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીની સંખ્યામાં સતત 12માં દિવસે વધારો થયો હતો.