પ્રતિક તસવીર

ઓક્ટોબર-નવેમ્બરમાં કોવિડ-19ના કારણે યુરોપમાં વધુ મૃત્યુ થવાની ધારણા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન-યુરોપના જણાવ્યા મુજબે જણાવ્યું હતું કે ઓક્ટોબર-નવેમ્બરમાં વધુ તકલીફ પડશે. સંસ્થાના યુરોપ ડાયરેક્ટર હેન્સ ક્લુગે જણાવ્યું હતું કે, યુરોપમાં અત્યારે કેસ વધવાનો અનુભવ થઇ રહ્યો હોવા છતાં મૃત્યુદર સ્થિર રહ્યો છે. કેસ ફરીથી વધવાને કારણે રોજિંદા મૃત્યુદરમાં વધારો થવાની સંભાવના છે.

ક્લુગે જણાવ્યું હતું કે, ‘હવે એક એવી ક્ષણ છે કે જુદા જુદા દેશો આ ખરાબ સમાચાર સાંભળવા ઇચ્છતા નથી, અને હું સ્થિતિને સમજું છું. તેઓ હકારાત્મક સંદેશ મોકલવા ઇચ્છે છે કે, હવે આ મહામારીનો અંત આવી રહ્યો છે ક્ષણ અથવા બીજો.’

કોરોના વાઇરસની નવી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન-યુરોપના 55 સભ્ય દેશોએ તેમની પાંચ વર્ષની વ્યૂહરચના પર સહમત થવા માટે સોમવાર અને મંગળવારે ઓનલાઇન બેઠકનું આયોજન કર્યું છે.

જોકે, કોપેનહેગનસ્થિત ક્લુગે એક રસી વિકસાવવાથી મહામારીનો અંત આવશે તેવું માનનારાઓને ચેતવણી આપી છે. યુરોપમાં કેસનો વધારો થઇ રહ્યો છે. ફક્ત શુક્રવારે જ 55 દેશોમાં 51 હજાર કેસ નોંધાયા હતા, જે એપ્રિલના સૌથી વધુ આંકડા કરતા પણ વધારે છે. સંસ્થાના આંકડા મુજબ કોવિડ-19ના કારણે જુન મહિનાની જેમ અત્યારે પણ દરરોજ 400-500 મૃત્યુ થઇ રહ્યા છે.

સંસ્થાના રીપોર્ટ મુજબ રવિવારે વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસના કેસમાં 307, 930 કેસ નોંધાયા હતા. એજન્સીની વેબસાઇટ મુજબ ભારત, અમેરિકા અને બ્રાઝિલમાં સૌથી વધારો નોંધાયો છે. જ્યારે 5,537 મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 917,417 પર પહોંચ્યો છે. રવિવારે ભારતમાં 94, 372 કેસ, અમેરિકામાં 45, 523 કેસ અને બ્રાઝિલમાં 43, 718 કેસ નોંધાયા હતા.

6 સપ્ટેમ્બરના રોજ 306, 857 કેસનો રેકોર્ડ નોંધાયો હતો. જ્યારે 17 એપ્રિલે 12,430 મૃત્યુ નોંધાયા હતા તેમ એજન્સીના રીપોર્ટમાં જણાવ્યું હતું. આ ઉપરાંત આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા, મોરક્કો, સ્પેઇન અને યુક્રેન સહિતના 58 દેશોમાં સંક્રમણમાં વધારો નોંધાયો છે.