Getty Images)

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોનાની રસી દેશમાં લોકોને સરળતાથી મળી રહે તેના માટે સરકારને રણનીતિ ઘડવા ફરી દબાણ કર્યું છે. કોંગ્રેસના સાંસદે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે કોરોનાની રસી લોકોને આપવા અંગે સરકારની કથિત અપુરતી તૈયાર ચિંતાજનક છે. રાહુલ ગાંધીએ અગાઉ પણ કોરોનના રસી મુદ્દે સરકારને ઘેરતા જણાવ્યું હતું કે કોરોના મહામારીમાંથી લોકોને બચાવવા રસી જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચી શકે તે માટે કેન્દ્રે રણનીતિ ઘડવી જોઈએ.

આ ઉપરાંત રસી તમામને પરવડે તેવી કિંમતે ઉપલબ્ધ કરાવવી જોઈએ તેમ કોંગ્રેના નેતાએ જણાવ્યું હતું.રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ગુરુવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશમાં કોરોનાની રસી લોકોને પહોંચાડવાની યોગ્ય રણનીતિ તૈયાર થઈ જવી જોઈએ પરંતુ હજુ પણ તેના કોઈ સંકેત નથી જોવા મળી રહ્યા. ભારત સરકારની આ બાબતે નિષ્કાળજી ચિંતાજનક છે.

પ્રવર્તમાન સમયે દેશ અને વિશ્વમાં કોરોનાની રસી પર હ્યુમન ટ્રાયલ્સ ચાલી રહ્યા છે. ભારતમાં બે રસી પર કામ એડવાન્સ સ્ટેજમાં છે. કેન્દ્ર સરકારે રાજ્યો સહિત તમામ હિસ્સેદારો અને દવા ઉત્પાદકો સાથે વાતચીત માટેની નિષ્ણાત સમિતિની રચના કરી છે. આ સમિતિ દવાની ઉપલબ્ધતા તેમજ રસીની પ્રાથમિકતા જેવી બાબતો ઉપર ધ્યાન આપશે.