(PTI Photo)

રોગપ્રતિકારક શક્તિને મજબુત કરવા માટે બનાવવામાં આવેલી સિનૈર્જન પ્રોટીનની દવા શ્વાસમાં લેનાર દર્દીઓને વેન્ટિલેશનની જરૂરિયાતની સંભાવના 79 ટકા ઓછી જોવા મળી હતી. આ દવાના નાના રેન્ડમ ટ્રાયલના પ્રારંભિક પરિણામોમાં આ સફળતા જોવા મળી હતી. આ બ્રિટીશ દવા કોરોનાવાયરસના દર્દીઓને ઇન્ટેન્સીવ કેર સારવારની શક્યતાને નાટકીયરૂપે ઘટાડે છે. જો કે, અન્ય સંશોધનકારોએ જણાવ્યું હતું કે આ દવાના પરિણામોની ખાતરી કરવા અને તેની અસરની શક્તિ વિશે ઘણી અનિશ્ચિતતા હોવાથી વધુ પરીક્ષણોની જરૂર છે.

સાઉધમ્પ્ટન યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી આ ડ્રગની અજમાયશમાં 101 દર્દીઓ સામેલ થયા હતા, જેમાંથી અડધાને પ્લેસેબો મળ્યો હતો. અન્ય વૈજ્ઞાનિકો દ્વારા આ અંગેના ડેટાની નજીકથી તપાસ કરવાની જરૂર પડશે અને તેને પીઅર રીવ્યુ માટે હજી સુધી બહાર પાડવામાં આવી નથી.

આ ડ્રગ વિકસાવનાર ફાર્માસ્યુટિકલ કંપની સિનૈર્જન આ દવાના પ્રારંભિક પરિણામોની જાણ કરવા માટે સ્ટોક માર્કેટના નિયમો દ્વારા બંધાયેલી છે. અત્યાર સુધી ફક્ત એન્ટિ-વાયરલ રેમડેસિવીર અને સ્ટેરોઇડ ડેક્સામેથાસોનની ક્લિનિકલ અસર થતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.