(Photo by Leon Neal/Getty Images)

વડા પ્રધાન બોરિસ જૉન્સન આ મહિનાના અંતમાં બાકીના કોવિડ-19 ધરાવતા લોકો માટે ફરજિયાત આઇસોલેશન અને મફત ટેસ્ટ બંધ કરવા સહિત તમામ કોવિડ-19 પ્રતિબંધોનો અંત લાવવાની આશા રાખે છે.

આ પગલું 21 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત થનારી “કોવિડ સાથે રહેવા માટેની વ્યૂહરચના” નો એક ભાગ હશે. વસંત ઋતુથી સ્થાનિક ટેસ્ટ સેન્ટર્સની સંખ્યામાં ઘટાડો થશે. તે ઉપરાંત મફત લેટરલ ફ્લો ટેસ્ટની ઉપલબ્ધતામાં ઘટાડો થશે.

નિ:શુલ્ક ટેસ્ટ્સ ધીમે ધીમે કી વર્કર્સ, શાળાઓ, હોસ્પિટલો, કેર હોમ્સ અને અન્ય હાઇ રીસ્ક સેટિંગ્સ સુધી મર્યાદિત થવાની સંભાવના છે. લોકડાઉન-સેપ્ટીક કન્ઝર્વેટિવ્સ દ્વારા આ પગલાને તરત જ આવકારવામાં આવ્યું છે. જે સંકેત આપે છે કે તે જૉન્સનને તેમના નેતૃત્વને આગળ વધારવામાં મદદ કરશે.

સ્કોટિશ સરકાર સંકેત આપે છે કે તે પુરાવા દ્વારા સમર્થન આપતી નથી. કટોકટી માટેના વૈજ્ઞાનિક સલાહકાર જૂથે બાકીના પ્રતિબંધોને સમાપ્ત કરવા અંગે સલાહ જારી કરી નથી.

શાળાઓ, કચેરીઓ અને હોસ્પિટાલીટી સેક્ટર સામાન્યતા તરફ પાછા ફર્યા હોવા છતાં કેસો અને હોસ્પિટલમાં દાખલ થવાનું ચાલુ રહ્યું છે.