પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતમાં કોરોના મહામારી પછી ખાસ કરીને યુવાનોમાં હાર્ટએટેકના વધતાં કેસો વચ્ચે સરકારે રવિવારથી આશરે બે લાખ શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવાના એક પખવાડિયાના એક પ્રોગ્રામનો પ્રારંભ થયો હતો. સરકારે અગાઉ પોલીસને CPR ટ્રેનિંગ આપી હતી.

રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે જણાવ્યું હતું બે લાખ શિક્ષકો અને કોલેજના પ્રોફેસરો એક પખવાડિયા માટે 3 થી 17 ડિસેમ્બર દરમિયાન કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR)ની તાલીમ અપાશે. હાર્ટએટેકની ઇમર્જન્સીમાં સીપીઆર એક જીવનરક્ષક પદ્ધતિ માનવામાં આવે છે. શિક્ષકો અને પોલીસ સીપીઆર ટ્રેનિંગ અપાઈ હોય તેવું દેશનું ગુજરાત પ્રથમ રાજ્ય છે. હું શિક્ષકોને આ સીપીઆર તાલીમ શિબિરમાં ભાગ લેવા વિનંતી કરું છું, જેથી તેઓ જીવન બચાવી શકે. બીજા તબક્કામાં એનએસએસ અને એનસીસી કેડેટ્સને પણ સીપીઆરનું સંચાલન કરવાની તાલીમ અપાશે. 38 મેડિકલ કોલેજો અને 14 અન્ય સ્થળોએ આ તાલીમ શિબિરોમાં 2,500 તબીબી નિષ્ણાતો અને ડોકટરો હાજર રહેશે અને સહભાગીઓને પ્રમાણપત્રો અપાશે.

LEAVE A REPLY

5 − 2 =