Hundreds of officials were flogged by the Met Police
Safety-Sarah-Everard-Met-Police

મેટ્રોપોલિટન પોલીસના 50 વર્ષમાં સૌથી મોટા શુદ્ધિકરણ અભિયાન અંતર્ગત ડ્રગ્સ, સેક્સ, હિંસા અને અપ્રમાણિકતા માટે દોષિત ઠેરવવામાં આવેલા સેંકડો અધિકારીઓને બરતરફ, સસ્પેન્ડ અથવા પ્રતિબંધિત ફરજો પર મૂકવામાં આવ્યા છે. મેટ કમિશનર સર માર્ક રાઉલીએ કહ્યું છે કે તેઓ એવા લોકોની ભરતીને અવરોધશે જેમને ચેતવણી અપાઇ હોય કે ગુનાહિત સજા થઈ હોય.

મેટ કમિશનર, સર માર્ક રાઉલીએ પોલીસ રેન્કના 161 અધિકારીઓ અથવા 200 માંથી એક અધિકારીએ ગુનાઓ કર્યા હોવાનું જણાયા પછી “શરીરમાંથી કેન્સર દૂર કરવા” માટે ડઝનેક અધિકારીઓને આતંકવાદ અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમમાંથી ડિરેક્ટોરેટ ફોર પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ (DPS) માં વાળ્યા છે.

પોલીસ સેવા આપતા મેટ ઓફિસર દ્વારા સારાહ એવરર્ડના અપહરણ, બળાત્કાર અને હત્યા સહિતના કૌભાંડોની શ્રેણી બાદ પોલીસિંગ ઇતિહાસના સૌથી મોટા ઓડિટમાં લગભગ 200 વધુ અધિકારીઓનો પર્દાફાશ થયો છે જેમને ગંભીર જોખમ ઊભું થવાની આશંકા છે.

રાઉલીએ મેટનું નેતૃત્વ સંભાળ્યું તેના છ મહિનામાં, ગ્રોસ મીસકન્ડક્ટના કેસોની સંખ્યા લગભગ બમણી એટલે કે 150 થઇ છે. બરતરફીની સંખ્યા 70 ટકા વધીને 51 અધિકારીઓની થઇ છે, સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની સંખ્યા બમણાથી વધુ વધારીને 144 કરી છે અને 71ને પ્રતિબંધિત ફરજો પર મૂક્યા છે. જે અધિકારીઓ રિ-વેટિંગ પ્રક્રિયામાં નિષ્ફળ જાય તેમને બરતરફ કરવા તેઓ એક પેનલ પણ સ્થાપી રહ્યા છે.

LEAVE A REPLY

1 × 2 =