Dadasaheb Phalke International Film Festival Awards 2022 announced
બોલિવૂડ ફિલ્મ નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી સોમવારે મુંબઈમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવતી વખતે એક તસવીર માટે પોઝ આપે છે. તેમની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને 'બેસ્ટ ફિલ્મ'નો એવોર્ડ મળ્યો હતો. (ANI Photo)
દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્ઝ 2022નો સમારંભ તાજેતરમાં મુંબઇમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારંભમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ ફેસ્ટિવલમાં વિવેક અગ્નિહોત્રીની બહુચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023’ના રેડ કાર્પેટ પર બોલિવૂડના સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. આ એવોર્ડ શોમાં રેખાથી લઈને આલિયા ભટ્ટ સુધી સિનેમા જગતની હસ્તીઓએ ભાગ લીધો હતો. દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અનુપમ ખેર, વરુણ ધવન અને સાઉથના જાણીતા અભિનેતા ઋષભ શેટ્ટી સહિત ઘણા કલાકારોએ ભાગ લીધો હતો. આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસ અને રણબીર કપૂરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ
ઉપરાંત અન્ય એવોર્ડની યાદી આ મુજબ છે.
શ્રેષ્ઠ ફિલ્મ: ‘ધ કાશ્મીર ફાઇલ્સ’
શ્રેષ્ઠ દિગ્દર્શક: આર બાલ્કી (‘ચુપ’)
શ્રેષ્ઠ અભિનેતા: રણબીર કપૂર (બ્રહ્માસ્ત્ર)
શ્રેષ્ઠ અભિનેત્રી: આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી)
સૌથી આશાસ્પદ અભિનેતા: ઋષભ શેટ્ટી (કંટારા)
સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા- મનીષ પોલ (જુગ જુગ જિયો)
ફિલ્મોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે એવોર્ડ: રેખા,
શ્રેષ્ઠ વેબ સિરીઝ: રૂદ્ર: ધ એજ ઓફ ડાર્કનેસ ક્રિટિક્સ
શ્રેષ્ઠ અભિનેતા: વરુણ ધવન (ભેડિયા)
ફિલ્મ ઓફ ધ યર: RRR
ટેલિવિઝન સિરીઝ ઓફ ધ યર: અનુપમા
મોસ્ટ વર્સેટાઈલ એક્ટર ઓફ ધ યર: અનુપમ ખેર (ધ કાશ્મીર ફાઇલ્સ)
ટેલિવિઝન શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેતા: ઝૈન ઇમામ (ફના-ઇશ્ક મેં મરજાવાન)
ટેલિવિઝન શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેત્રી: તેજસ્વી પ્રકાશ (નાગિન)
શ્રેષ્ઠ પુરુષ ગાયક- સચેત ટંડન (મૈયા મૈનુ)
શ્રેષ્ઠ મહિલા ગાયિકા- નીતિ મોહન (મેરી જાન)
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર: પીએસ વિનોદ (વિક્રમ વેધા)
સંગીતમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે પુરસ્કાર: હરિહરન

LEAVE A REPLY

seven − four =