A narrow victory for Dalit leader Jignesh Mevani
બનાસકાંઠા જિલ્લાના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી . (ANI Photo/Rahul Singh)

દલિત નેતા અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગુરુવારે મત ગણતરીના પ્રારંભિક તબક્કામાં પાછળ રહ્યાં પછી પણ તેમની વડગામ વિધાનસભા બેઠક જાળવી રાખી છે. મેવાણીને 93,848 મત મળ્યા હતા અને તેમના નજીકના હરીફ ભાજપના મણિભાઈ વાઘેલાને 89,052 મત મળ્યા હતા. આમ મેવાણીનો 4,928 વોટથી વિજય થયો હતો. મેવાણી 2017માં કોંગ્રેસ દ્વારા સમર્થિત અપક્ષ તરીકે વડગામ અનામત મતવિસ્તારમાંથી જીત્યા હતા.

વડગામમાં કુલ મતદાતા 2.93 લાખ છે, જેમાંથી મુસ્લિમોના મત આશરે 90,000 છે. આ મતવિસ્તારમાં લગભગ 44,000 દલિત મતદારો અને 15,000 રાજપૂત છે. બાકીના મોટાભાગે OBC સમુદાયના છે. વાઘેલા ઉપરાંત, મેવાણીએ આમ આદમી પાર્ટીના દલપત ભાટિયા અને AIMIMના કલ્પેશ સુંધિયાનો પણ ચૂંટણીમાં સામનો કર્યો હતો.

LEAVE A REPLY

15 − 1 =