Istockphoto

કોરોનાની મહામારીમાં બંધ બારણે કંટાયેળા પ્રવાસીઓ  દમણ ખાતે શનિ અને રવિવારની રજાઓમાં ઉમટી પડ્યા હતા. અહીં સુરત, નવસારી, મુબંઈ, અમદાવાદ સુધીના પ્રવાસીઓ આવી રહ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના મોટી દમણ રામસેતુ લિંક રોડ જોવા લાયક છે. દરિયાની નજીક રોડ અને રમણીય વાતાવરણ છે. દમણમાં દરિયાના પાણીમાં રમતા બાળકો, ઘોડેસવારી, સાઈકલિગ, ફોટાગ્રાફી કરવાનુ આંનદ મેળવી રહ્યા છે. દમણમાં લાઈટ હાઉસથી જંપોર બીચ સુધી ૧૦ હજાર થી વઘુ પ્રવાસીઓ જોવા મળયા હતા. લિંક રોડ થી દમણમાં પ્રવાસન વધુ મજબુત થઈ રહ્યો છે.