REUTERS/Anushree Fadnavis

ભારતમાં 19 એપ્રિલથી પહેલી જૂન વચ્ચે સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ ઝંઝાવાતી ચૂંટણીપ્રચાર ચાલુ કરી દીધો છે.

મોદીની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનના નેતાઓ વિપક્ષી નેતાઓ સામે ભ્રષ્ટાચારની કાર્યવાહી, રામમંદિર, આર્થિક વિકાસ, વૈશ્વિક ફલક પર ભારતના પ્રભાવમાં વધારો, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતમાં મજબૂત સરકાર, હિંદુ પુનર્જાગરણ જેવા મુદ્દા પર જનતા પાસેથી ત્રીજા ટર્મની માગણી કરી રહ્યાં છે. રાજકીય નિરીક્ષકો મોદીની ત્રીજા ટર્મની ધારણા વ્યક્ત કરી રહ્યાં છે,  વિપક્ષને પણ જનતા પાસેથી મોટી અપેક્ષાઓ છે. જોકે જનાદેશ તો 4 જૂને જ જાણવા મળશે.

બીજી કોંગ્રેસ દેશમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગ, બેરોજગારી, મોંઘવારી, જાતિ આધારિત વસ્તી ગણતરી, અનામતમાં વધારો જેવા મુદ્દા પર ફોકસ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબ કી બાર 400 પારના નારા સાથે ખાસ કરીને તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશ જેવા દક્ષિણ ભારતમાં ભાજપના પ્રભાવમાં વધારો કરવાના તનતોડ પ્રયાસ કરી રહ્યા છે અને અત્યાર સુધીની મોટાભાગની ચૂંટણીસભાઓ દક્ષિણ ભારતમાં યોજી છે. ભાજપ માટે 400 બેઠકોની નજીક પહોંચવા માટે દક્ષિણ ભારતને મહત્ત્વનું માનવામાં આવે છે. ભાજપમાં મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, પક્ષ પ્રમુખ જેપી નડ્ડા, યુપીના મુખ્યપ્રધાન યોગી, કેન્દ્રીય ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટણીસભા ગજવી રહ્યાં છે.

અગાઉની ચૂંટણીમાં કુલ 543 સભ્યોની લોકસભાની ભાજપને 303 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 52 બેઠકો મળી હતી.

ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતા-પોતાના ચૂંટણીઢંઢેરા જારી કરી દીધા છે. “મોદી કી ગેરંટી” નામના ભાજપના ચૂંટણી ઢંઢેરોમાં મોટાભાગે સમાજના વિવિધ વર્ગો માટે સરકારની હાલની કલ્યાણકારી યોજનાઓને વિસ્તૃત બનાવવાનું વચન આપવામાં આવ્યું છે. પાર્ટીએ એક રાષ્ટ્ર-એક-ચૂંટણી અને સમાન નાગરિક સંહિતા (UCC)  લાગુ કરવાની ભાજપની પ્રતિબદ્ધતાને પુનરુચ્ચાર કર્યો છે. 2019માં પણ તેના ચૂંટણીઢંઢેરામાં આ મુદ્દા સામેલ હતાં. પક્ષે આ વખતે પણ વિકાસ અને કલ્યાણ તથા વૈશ્વિક સ્તરે ભારતના પ્રભાવમાં વધારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે, જ્યારે લોભામણા વચનો આપવાનું ટાળ્યું છે અને એનઆરસી જેવા વિવાદાસ્પદ મુદ્દા અંગે ચૂપકીદી સાધી છે.

ભાજપના ચૂંટણીઢંઢેરામાં ભારતને વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાની, વૃદ્ધ નાગરિકો અને ટ્રાન્સજેન્ડરને આયુષ્માન ભારત યોજનાના દાયરામાં લાવવાની, PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આગામી પાંચ વર્ષ સુધી મફત રાશન ચાલુ રાખવાની, ગરીબો માટે ત્રણ કરોડ મકાનના નિર્માણ કરવાની, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત વીજળી પાડવાનું વચન છે. આ ઉપરાંત પાર્ટીએ સમયાંતરે કૃષિ પાકના ટેકાના લઘુતમ ભાવ (MSP)માં વધારો કરવાની અને કૃષિ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના સંકલિત આયોજન કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન શરૂ કરવાનું વચન આપ્યું છે.

પાર્ટીએ ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ભારતમાં બુલેટ ટ્રેનની વિચારણા કરવાની તથા વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત જેવી “નવા યુગ”ની ટ્રેનોના વિસ્તરણ વિશે પણ વાત કરી હતી.

અયોધ્યામાં રામ મંદિરના તેના દાયકાઓ જૂના વચનને પૂર્ણ કર્યા પછી ભાજપે કહ્યું હતું કે તેની સરકાર કાશી વિશ્વનાથ કોરિડોર મોડેલથી પ્રેરણા લઈને ધાર્મિક અને પર્યટન સ્થળોને વિકસાવવા માટે દેશભરમાં નવા પ્રોજેક્ટ્સ હાથ ધરશે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન સર્જિકલ અને એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કરીને આતંકવાદના તમામ જોખમોથી દેશ અને વિદેશમાં ભારતના નાગરિકો અને હિતોની રક્ષા કરવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકાયો છે.

બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે ન્યાયપત્ર નામના ઢંઢેરામાં લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી, દરેક ગરીબ પરિવાર માટે રૂ. 1 લાખ અને રૂ. 25 લાખ સુધીનો કેશલેસ હેલ્થ ઇન્સ્યોરન્સ જેવા લોભામણો વચનો આપ્યાં છે. પાર્ટીએ તેના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને આધારે સમાજના વિવિધ વર્ગોને ન્યાય આપવા પર ભાર મૂક્યો છે. કોંગ્રેસે દેશભરમાં જાતિગત વસ્તી ગણતરી હાથ ધરીને અનામત માટેની હાલની 50 ટકાની ટોચમર્યાદામાં વધારો કરવા માટે બંધારણમાં સુધારો કરવાનું વચન આપ્યું છે.

મની લોન્ડરિંગની તપાસ કરતી સરકારી એજન્સીએ છેલ્લા એક દાયકામાં લગભગ 150 વિપક્ષી નેતાોને સમન્સ મોકલ્યા છે અથવા ધરપકડ કરી છે, તેથી ચૂંટણીમાં કેન્દ્રીય એજન્સીના દુરુપયોગ મોટો મુદ્દો છે. તાજેતરમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. મોદી કહે છે કે ભ્રષ્ટાચાર પર તેમની “ઝીરો-ટોલરન્સ” નીતિ મુજબ એજન્સીઓ કોઈપણની તપાસ કરવા માટે સ્વતંત્ર છે.

મોદી સૌપ્રથમ 2014માં દેશના યુવાનો માટે લાખો નોકરીઓનું સર્જન કરવાનું વચન સાથે સત્તા સત્તામાં આવ્યા હતા પરંતુ ફેબ્રુઆરી 2024માં બેરોજગારીનો દર વધીને 8% થયો હતો. ભાજપે છેલ્લી ચૂંટણીમાં 2022 સુધીમાં ખેતીની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેના કોઈ સંકેત નથી.

 

 

 

LEAVE A REPLY

12 − ten =