આધ્યાત્મિક નેતાઓ સાધુ ટી.એલ. વાસવાની અને દાદા જે.પી. વાસવાનીના વારસાને આગળ ધપાવતા સાધુ વાસવાણી સેન્ટરના દીદી કૃષ્ણાની લંડનની 10 દિવસની મુલાકાત દરમિયાન માઇન્ડફુલનેસ, સકારાત્મક વિચારસરણી અને નિઃસ્વાર્થ સેવા માટેના પરંપરાગત ઉપદેશો અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડિજિટલ વિક્ષેપો અને વધતા તણાવના યુગમાં, વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને તેમણે આધુનિક પડકારોનો સામનો કઇ રીતે કરવો, અસ્તવ્યસ્ત જીવનશૈલી વચ્ચે માઇન્ડફુલનેસ શોધતી યુવા પેઢીઓને માર્ગદર્શન આપ્યું હતું.

24 એપ્રિલના રોજ “ડિઝાઇન યોર ડેસ્ટિની” શિર્ષક હેઠળ તેમણે આપેલા પ્રવચનમાં ટ્રેન્ટ અને બાર્નેટના મેયર સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા. જૈન ગ્રુપના નીતિન મહેતા, MBE એ દીદી કૃષ્ણાને પ્રતિષ્ઠિત મહાવીર પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

27 એપ્રિલના રોજ યુવાનો માટે યોજાયેલા “બ્રીથ એન્ડ બી” વર્કશોપમાં દીદીએ ધ્યાનની પુનઃવ્યાખ્યા આપતાં કહ્યું હતું કે “ધ્યાન બંધ આંખોથી ન કરવું જોઈએ. ધ્યાન એ દરેક ક્રિયાનું ધ્યાન રાખવું તે છે. એક સમયે એક કાર્ય કરો અને તેના પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરો.”

વર્કશોપમાં ધ્યાન, નિર્ણય લેવા અને હેતુપૂર્ણ જીવન પર ચર્ચાઓ સાથે ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ, શ્વાસ લેવાની કસરતો, માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ અને સિદ્ધિ-લક્ષી સમાજમાં હેતુ શોધવા વિશે નિખાલસ ચર્ચાઓ કરાઇ હતી. દીદી કૃષ્ણા લંડનથી સ્પેનમાં યોજાયેલા કાર્યક્રમો માટે રવાના થયા હતા.

સાધુ વાસવાણી સેન્ટર આખા વર્ષ દરમિયાન ધ્યાન અને ભક્તિ વિષે ચર્ચાઓ, જીવંત સંગીત, બાળકોના આધ્યાત્મિક શૈક્ષણિક કાર્યક્રમો, યુથ મીટઅપ્સ, રસોઈ અને ગાયનના વર્ગો અને સાંસ્કૃતિક ઉજવણીઓનું આયોજન કરે છે.

સાધુ વાસવાણી સેન્ટર લંડન વિશે માહિતી મેળવવા જુઓ: www.sadhuvaswaniuk.com

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments