પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દિવાળી જેવા ધાર્મિક તહેવારો સામાન્ય રીતે કુટુંબ માટે મિજબાની અને ઉજવણીનો સમય હોય છે. જોકે આ ઉજવણીમાં ડિમેન્શિયાથી પીડિત કોઈ પ્રિય વ્યક્તિની સંભાળ લેવાનું મુશ્કેલ બની શકે છે.દિવાળી પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે અને આ વર્ષ સોમવાર 24 ઓક્ટોબરથી શરૂ થાય છે. મેળાવડાઓ અથવા ઉજવણીઓનું આયોજન કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાથી દરેક વ્યક્તિને તેમાં સામેલ કરવામાં અને પ્રસંગનો આનંદ માણવામાં મદદ મળી શકે છે.

અલ્ઝાઈમર સોસાયટી ડિમેન્શિયા-ફ્રેન્ડલી દિવાળી માટે કેટલીક સલાહ આપે છે.

1. એક ‘શાંત રૂમ’ બનાવો-

લોકોથી ભરેલું ઘર રાખવું ડિમેન્શિયા પીડિત લોકો માટે ભારે પડી શકે છે. મોટેથી સંગીત, ફટાકડા અને બહુવિધ વાર્તાલાપના અવાજો મૂંઝવણમાં મૂકે છે અને ચિંતાનું કારણ બની શકે છે. એક ‘શાંત ઓરડો’ બનાવો, જેમાં તેઓ પરિવારના સભ્યો સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરી શકે છે. તેનાથી તેઓ શાંતિપૂર્ણ રીતે ઉજવણીમાં સામેલ થઈ શકે છે.

2. દિવાળીની થીમ આધારિત કેટલીક પ્રવૃત્તિઓનું આયોજન કરો-

ભૂતકાળમાં તેઓએ દિવાળીની ઉજવણી કેવી રીતે કરી હશે તેનો વિચાર કરો અને તેમને પૂછો કે શું તેઓ આ વર્ષે ઉજવવા માટે કંઈ કરવાનું પસંદ કરી શકે છે. ફોટો આલ્બમ્સ, સંગીત અને ગીતો શેર કરો, જે તેમની ખાસ યાદોને તાજી કરે છે.

3. ઉત્સવપૂર્ણ ફૂડ અને ડ્રિન્ક –

ડિમેન્શિયા ધરાવતા લોકોને, ખાસ કરીને જો અન્ય વિક્ષેપો હોય તો ખાવા-પીવા માટે હળવા રીમાઇન્ડરની જરૂર પડી શકે છે. તેમની મનપસંદ વસ્તુઓની સ્મોલ ફિંગર બુફેની વિચારણા કરો, કારણ કે ડિમેન્શિયા સાથે જીવતા વ્યક્તિ માટે ખોરાકની મોટી પ્લેટ ભયાવહ બની શકે છે.

4. દિવાળી માટે સજાવટ –

જો તમે દિવાળી માટે સજાવટ કરવા અથવા વસ્તુઓને ખસેડવાનું આયોજન કરી રહ્યાં છો તો ધીમે ધીમે કોઈપણ ફેરફારો કરવાનો પ્રયાસ કરો. ડિમેન્શિયાથી વ્યક્તિની દ્રશ્યશક્તિને અસર થઈ શકે છે, તેથી તમારા ઘરને તેજસ્વી રીતે પ્રકાશિત રાખવાનો પ્રયાસ કરો અને સારા રંગના કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરો. ગેરસમજ થઈ શકે તેવી પેટર્ન ટાળો. ઉદાહરણ તરીકે ફળના ચિત્રો ભૂલથી વાસ્તવિક ફળ લાગી શકે છે. એકસમાન પેટર્ન ડિમેન્શિયા સાથે જીવતા વ્યક્તિને મૂંઝવણમાં મૂકે છે.

4. સહાય માગો-

ડિમેન્શિયાનો દરેક વ્યક્તિ અલગ રીતે અનુભવ કરે છે અને જે એક વ્યક્તિ માટે કામ કરે છે તે કદાચ બીજા કોઈ માટે કામ ન કરે. તમે જે પણ છો અને તમે જેમાંથી પણ પસાર થઈ રહ્યા છો, તમે આખા વર્ષ દરમિયાન ગોપનીય સપોર્ટ અને સલાહ માટે અલ્ઝાઈમર સોસાયટીનો સંપર્ક કરી શકો છો.

 

યુકેમાં 900,000 લોકો ડિમેન્શિયા સાથે જીવે છે અને તેમાંથી ત્રણ ટકા BAME સમુદાયો (લગભગ 25,000)ના છે. દિવાળીની ઉજવણીમાં ડિમેન્શિયા ધરાવતા લોકોને સામેલ કરવાથી સુખી સંસ્મરણોને તાજા કરી શકાય છે. તેનાથી નવી યાદો બનાવી શકાય છે અને ખરેખર તેમના સુખાકારીમાં વધારો થઈ શકે છે.

અલ્ઝાઈમર સોસાયટી ડિમેન્શિયાથી પીડિત લોકો માટે છે. ડિમેન્શિયા કનેક્ટ સપોર્ટ લાઇન (0333 150 3456) કોલર્સ માટે અંગ્રેજી ન જાણતા લોકો માટે અનુવાદની સુવિધા પૂરી પાડે છે. તે પંજાબી, ઉર્દૂ અને હિન્દી સહિત અન્ય ભાષાઓમાં સંખ્યાબંધ ડિમેન્શિયા પ્રકાશનો અને ફિલ્મો પણ પ્રદાન કરે છે. વધુ જાણવા માટે alzheimers.org.ukની મુલાકાત લો.

LEAVE A REPLY

eleven − 9 =