વડાપ્રધાન મોદી એક અસાધારણ નેતાઃ ડોનાલ્ડ ટ્રમ્પ

આઝાદીમાં યોગદાન ધરાવતી સાબરમતી નદીના કિનારે તમારુ સ્વાગતઃ મોદી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે કહીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અંતર્ગત ટ્રમ્પ અને મોદીના 22 કિલોમીટર લાંબા રોડ શો બાદ બન્ને દેશના ટોચના નેતા મોટેરા સ્થિત વિશ્વના સૌથી વિશાળ સ્ટેડિયમમાં પ્રવેશ્યા હતા. આ વખતનો નજારો અદભૂત હતો. સવા લાખથી વધુ લોકોની જનમેદની વચ્ચે અમેરિકા અને ભારતના સર્વોચ્ચ નેતાઓના આગમનથી સ્ટેડિયમ લોકોની ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યું હતું.
વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારતા ભારત અને અમેરિકાના સંબંધોને એક નવી ટોચે લઈ જવા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. ટ્રમ્પ સહ પરિવાર ગુજરાત મુલાકાતે આવ્યા હોવાથી ભારત સાથે તેમનો સંબંધ એક પરિવાર જેવો છે તેમ મોદીએ જણાવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણનો પ્રારંભ નમસ્તે કહીને કર્યો હતો. તેમણે પીએમ મોદીને એક અસાધારણ નેતા ગણાવ્યા.
અમેરિકા હંમેશા ભારતનો એક વિશ્વાસમાત્ર મિત્ર દેશ રહેશે. ગુજરાતમાં અને ભારતમાં અમારા ભવ્યાતિભવ્ય સ્વાગત બદલ ધન્યાવાદ. ટ્રમ્પે જણાવ્યું કે, પીએમ મોદીએ પોતાના જીવનથી સાબિત કરી દીધું છે કે ભારતીયો જો દ્રઢ નિશ્ચચ કરી લે છે તો પછી તેઓ કોઈ પણ લક્ષ્યને પામી શકે છે. ભારતમાં આગામી એક દાયકામાં ગરીબી નાબૂદ થઈ જશે. દર મિનિટે 12 લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા હોવાનું ટ્રમ્પે પોતાના ભાષણમાં જણાવ્યું હતું.
ટ્રમ્પના મતે ભારત અને અમેરિકાની મૈત્રી કુદરતી છે અને તે મજબૂત તેમજ ટકાઉ છે.ટ્રમ્પે ભાષણમાં જણાવ્યું કે એક દેશ જે બળજબરીથી ઉભો થાય છે તેમાં અને ભારતમાં મોટો તફાવત છે. ભારતમાં લોકો કંઈપણ કરવા મુક્ત છે. એક મુક્ત રાષ્ટ્ર અને બળજબરી ઉભા કરેલા રાષ્ટ્રમાં તફાવત છે. ભારત ડીડીએલજે જેવી રોમેન્ટિક ફિલ્મો ઉપરાંત પ્રતિ વર્ષ બે હજાર જેટલી ફિલ્મોનું નિર્માણ કરે છે. ભારત વ્યક્તિગત સ્વતંત્રતા, કાયદાનું શાસન તેમજ દરેક વ્યક્તિના ગૌરવને પ્રોત્સાહિત કરે છે.

અહીં લોકો એકબીજાની બાજુમાં રહીને પ્રાર્થના કરે છે. ઝડપથી ભારત અને અમેરિકા પોતાના સંબંધોને વધુ જીવંત બનાવી રહ્યા છે. અમે આવતીકાલે ત્રણ અબજ ડોલરના સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરીશું. યુએસ ભારત માટે શ્રેષ્ઠ સંરક્ષણ ભાગીદાર બનશે.ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે બન્ને રાષ્ટ્રો ઉગ્ર ઈસ્લામિક આતંકવાદ સામે તેમના નાગરિકોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. આડતકરી રીતે તેમણે પાક. પર પ્રહાર કર્યો હતો.
ભારત અને અમેરિકા આતંકવાદ અને તેની વિચારધારા સામે લડવા પ્રતિબદ્ધ છે અને એટલા માટે જ મારી સરકાર પાકિસ્તાન સાથે મળીને આતંકી જૂથોને નષ્ટ કરવા પ્રયાસ કરી રહી છે. ભારત અને અમેરિકા એક શ્રેષ્ઠ વેપાર સોદો પણ કરશે. પીએમ મોદી વાટાઘાટની બાબતમાં ઘણા કઠોર છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગુજરાત અને ભારતનો તેમના ભવ્ય સ્વાગત માટે અંતે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે, નરેન્દ્ર મોદી મારા સાચા મિત્ર છે.
મોદીના ભાષણથી કાર્યક્રમની શરૂઆત- નમસ્તે ટ્રમ્પથી મોટેરામાં ટ્રમ્પનું સ્વાગત કરાયું, India-US Friendship Long Liveના નારા લગાવ્યા હતાં. ટ્રમ્પ પરિવારને ભારતના પરિવાર જેવી જ મીઠાશ મળશે, અહીં તમારુ દિલથી સ્વાગત છે , આજે તેઓ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ માટે અમેરિકાથી સીધા અહીં આવ્યા છે. હાઉડી મોદી કાર્યક્રમથી અમેરિકાની યાત્રાની શરૂઆત કરી હતી. અને આજે મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ઐતિહાસિક યાત્રાનો આરંભ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પથી કરી રહ્યા છે.
મોટેરા સ્ટેડિયમની દરેક બાજું ભારતની વિવિધતાના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે.નમસ્તેનો અર્થ પણ ઘણો ઊંડો છે .. આ દુનિયાની પ્રાચીન ભાષા સંસ્કૃતનો છે. આટલા ભવ્ય સમારોહ માટે ગુજરાતના અને અન્ય રાજ્યના લોકોનું અભિવાદન કરું છું. આઝાદીમાં યોગદાન ધરાવતી સાબરમતી નદીના કિનારે આજે તમારુ સ્વાગત છે. સરદાર પટેલનું સ્ટેચ્યૂટી ઓફ યુનિટી નું ગૌરવ છે. આ મુલાકાતથી ભારત-અમેરિકાની મજબૂત દોસ્તી દર્શાવે છે. આ એક એવો અધ્યાય છે જે ભારત-અમેરિકાના લોકોના વિકાસને નવી તક આપશે
ટ્રમ્પ ખૂબ મોટું વિચારે છે અને અમેરિક ડ્રિમ્સને સાકાર કરવા માટે તેમણે જ કર્યું છે તે આખી દુનિયા જાણે છે. મેલેનિયા તમારુ અહીં હોવું અમારા માટે ખૂબ સન્માનની વાત છે. આજ તમે વિવિધતાથી ભરેલા એ ભારતમાં છો જ્યાં સેકડો ભાષાઓ બોલવામાં આવી રહી છે.સેંકડો સમુદાય છે. એકને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ગર્વ છે તો બીજાને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગર્વ છે. ઈવાન્કા બે વર્ષ પહેલાં પણ તમે ભારત આવ્યા હતા. ત્યારે તમે કહ્યું હતું કે, હું ફરી ભારત આવવા માંગીશ. મને ખુશી છે કે આજે તમે ફરી અમારી વચ્ચે છો. તમારું સ્વાગત છે.
જમાઈ વિશે મોદીએ કહ્યું કે, તમે લાઈમ લાઈટથી દૂર રહો છો. તમને મળીને અહીં જોઈને ઘણી ખુશી થાય છે.આજે તમે એ ભૂમિ પર છો જ્યાં 5 હજાર વર્ષ જૂનું શહેર ધોળાવીરા અને લોથલ સી પોર્ટ રહ્યું છે. તમે એ સાબરમતી નદીના તટ પર છો જેનો ભારતની આઝાદીમાં મહત્વનું સ્થાન રહ્યું છે. આજે તમે વિવિધતાથી સજ્જ એ ભારતમાં છો જ્યાં સેંકડો ભાષા બોલાય છે, સેંકડો પ્રકારના પહેરવેશ છે, ખાણીપીણી છે, અનેક પંથ અને સમુદાય છે. ડાયર્સિટીમાં યુનિટી અને યુનિટીની વાયબ્રન્સી ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધનો સૌથી મોટો આધાર છે. ધેર ઇઝ સો મચ ધેટ વિ શેર. શેર્ડ વેલ્યૂઝ એન્ડ આઇડિયાઝ. શેર્ડ સ્પિરીટ ઓફ એન્ટર્પ્રાઇઝ એન્ડ ઇનોવેશન. શેર્ડ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ. આ નવો અધ્યાય છે જે અમેરિકા અને ભારતના લોકો માટે પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટીનો નવો દસ્તાવેજ બનશે.