Getty Images)

અમેરિકામાં કામ કરવા માગતા ભારતીયોને ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે એચ1-બી વિસાની સાથે અન્ય કેટલાક વર્ક વિસા સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ સસ્પેન્સન વર્ષના અંત સુધી માન્ય રહેશે.

પ્રાપ્તા માહિતી મુજબ, અમેરિકાની ટ્રમ્પ સરકારે એચ1-બી, એલ-1 અને અન્ય અસ્થાયી વર્ક વિસા સસ્પેન્ડ કરી દીધા છે. એટલે જ આઈટી પ્રોફેશનલ્સના એચ1-બી વિસા એપ્રિલ લોટરીમાં અપ્રૂવ થઈ ગયા હતા તેમને પણ હવે અમેરિકામાં જવાની મંજૂરી મળશે નહીં. અમેરિકામાં હવે 31 ડિસેમ્બર સુધી વિદેશીઓને ગ્રીનકાર્ડ પણ નહીં મળે તેમ ટ્રમ્પે જણાવ્યું હતું.

ટ્રમ્પ સરકારના આ નિર્ણય પર લોકો વાંધો વ્યક્ત કરી રહ્યા છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ટ્રમ્પ સરકારના આ નિર્ણયને ખોટો ગણાવતા જણાવ્યું કે, ઈમિગ્રેશનને કારણે અમેરિકાને કેટલો ફાયદો થયો છે. તેમણે લખ્યું કે, તેઓ આજના ઓર્ડરથી નિરાશ છે.

અમેરિકાના કેટલાક નેતાઓએ પણ આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે. ડિક ડર્બિને જણાવ્યું કે, આ ખોટી રીત છે. એચ1-બી વિસામાં ફેરફાર નહીં પરંતુ આને ખતમ કરવા જેવું છે. ટ્વિટર પર એક વ્યક્તિએ લખ્યું કે, ટ્રમ્પે સરકારે સમજવું જોઈએ કે આ વિસા અમેરિકાની નબળાઈ નહીં પરતુ શક્તિ છે કેમકે આનાથી અમેરિકાને કુશળ કામ કરનારા લોકો મળે છે.