પ્રતિક તસવીર

ડોવરના વેસ્ટર્ન જેટ ફોઇલ માઇગ્રેશન સેન્ટર પર ફટાકડા સાથે ત્રણ પેટ્રોલ બોમ્બ ફેંકીને હુમલો કર્યા બાદ આત્મહત્યા કરનાર 66 વર્ષના પેટ્રોલ બોમ્બર એન્ડ્રુ લીકના આતંકવાદી કનેક્શન અંગે પોલીસ તપાસ કરી રહી છે. કાઉન્ટર ટેરર ​​પોલીસ આ ઘટનાની તપાસનું નેતૃત્વ કરી રહી છે.

પોલીસ અધિકારીઓએ તેની હાઈ વાઈકમ્બની પ્રોપર્ટી પર દરોડા પાડ્યા હતા. પેટ્રોલ બોમ્બ ફેંક્યા પછી તેણે માઇગ્રન્ટ્સને લઈને જતા ડ્રાઈવરોને કહ્યું હતું કે તેમના બાળકો પર ‘બળાત્કાર થવા જોઇએ અને તેમની હત્યા થવી જોઈએ.

એન્ડ્રુ લીક જમણેરી ઉગ્રવાદી હતો કે કેમ તેની તપાસ કરાઇ રહી છે. ત્રણ વિસ્ફોટકો ફેંકવા માટે ‘100 માઇલથી વધુ’ સમય કાર ચલાવી હતી. લીકના ઘરમાંથી ડિજિટલ મીડિયા ઉપકરણો સહિત સંખ્યાબંધ વસ્તુઓ મળી આવી હતી.

LEAVE A REPLY

nine + twelve =