કોવિડ -19 દરમિયાન માનસિક આરોગ્ય સંબંધિત બીમારીમાં વધારો

0
380

ડાર્ટફર્ડમાં 30,000થી વધુ દર્દીઓ ધરાવતી જીપી સર્જરીમાં જી.પી. કમ્યુનિટિ ફિઝીશ્યન અને વરિષ્ઠ ભાગીદાર તરીકે સેવા આપતા ડૉ. પરાગ પંડ્યાએ જણાવ્યું હતું કે ‘’કોવિડ-19થી BAME જૂથના લોકોને મોટુ જોખમ હોવાના દસ્તાવેજો પ્રકાશિત થયા પછી કોવિડ –19 દરમિયાન માનસિક આરોગ્ય સંબંધિત બીમારીમાં પણ વધારો નોંધાયો છે. ક્લિનિશિયન હાલમાં ખૂબ જ ભયભીત છે.

ડૉ. પરાગ પંડ્યાએ જણાવ્યું હતું કે ‘’એક જી.પી. તરીકે મેં જોયું છે કે વર્ષોથી માનસિક આરોગ્યના મુદ્દાઓ વધુ મહત્વપૂર્ણ બની રહ્યા છે. એક  કલંક તરીકે આ વિષય પર પૂરતું લક્ષ્ય આપવામાં આવતું નથી. માનસિક આરોગ્ય સંબંધિત બીમારી દર્દીઓ અને ક્લિનિશીયન્સ બંને માટે નિર્ણાયક મુદ્દો રહ્યો છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના દરમાં થયેલા વધારાને કરાણે એક જીપી તરીકે મને આ વધારાને અસર કરતા પરિબળો વિશે જાણવામાં રસ છે. 2018ના નેશનલ સ્ટેટેસ્ટીક્સ મુજબ યુકેમાં 6,507 લોકોએ આત્મહત્યા કરી હતી જે 100,000ની વસ્તી દીઠ 11.2 મૃત્યુ કહેવાય. આમ માનસિક સ્વાસ્થ્યની બીમારી કોવિડ-19 રોગચાળા દરમિયાન વધુ પ્રમાણમાં વધી રહી છે. મારા સાથીઓ અને મારા માટે આ એક આઘાતજનક ઘટસ્ફોટ છે.’’

તેમણે જણાવ્યું હતું કે ‘’મારું માનવું છે કે કોવિડ-19 દરમિયાન આ આંકડો વધવાના ત્રણ મુખ્ય કારણો છે રૂટીન અને સપોર્ટ નેટવર્કમાં વિક્ષેપ, નાણાકીય મુશ્કેલીઓ અને એકલતા. લૉકડાઉનના કારણે સૌનું જીવન અનિયમીત થઇ ગયું છે અને સપોર્ટ નેટવર્કમાં વિક્ષેપ પડ્યો છે જે સૌને ભૌતિક અને અગત્યના પરિવર્તન જેવું લાગે છે. જે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાવાળા દર્દીઓ માટે વિનાશક હોવાનું બહાર આવ્યું છે. ફર્લો અને રીડન્ડન્સીના કારણે આવકની ખોટ અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાના કારણે માનસિક આરોગ્ય સંબંધિત બીમારીમાં વધારો થયો છે. લોકડાઉનના કારણે વિસ્તૃત કુટુંબ અને મિત્રો સાથેનો મિલનમેળાપ બંધ થવાને કારણે અને સપોર્ટ નેટવર્કને ક્ષીણ થઈ જતા તકલીફો ઘણી વધી છે.’’

ડો. પંડ્યાએ જણાવ્યું હતું કે ‘’રોગચાળા દરમિયાન માનસિક આરોગ્ય સંબંધિત કન્સલ્ટેશનની કુલ સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે જે મારે માટે ખૂબ જ નિરાશાજનક છે. કોરોનાવાયરસે ઘણા લોકોનો જીવ લીધો છે અને ભાવનાત્મક, નાણાકીય અને માનસિક તાણના કારણે ઘણા લોકોનો જીવ જઈ શકે છે.’’

મૂળ ભાવનગર, ગુજરાત અને યુકેમાં છેલ્લા 21 વર્ષથી રહેતા ડૉ. પરાગ પંડ્યા પોતે ફ્રન્ટલાઇનપર સેવા આપતા તબીબ છે અને ડાર્ટફોર્ડ વિસ્તારમાં ટ્રેઇનીંગ પ્રોગ્રામ ડાયરેક્ચર તરીકે હેલ્થ એજ્યુકેશન ઇંગ્લેન્ડ માટે કાર્યરત છે અને આ ક્ષેત્રના વિવિધ જી.પી. ટ્રેઇનીઝ અને ટ્રેનર્સને ટેકો આપે છે. તેઓ સ્પોર્ટ્સ ફિઝિશિયન તરીકે પણ કામ કરે છે અને બ્રોમેલી ફૂટબૉલ ક્લબ માટે ટીમ ડૉક્ટર તરીકે સેવા આપે છે.