અમેરિકન ફાસ્ટ-ફૂડ ચેઇન કેએફસી કહે છે કે તે કૃત્રિમ માંસની વધતી જતી માંગમાં જોડાઇને વિશ્વની પ્રથમ લેબમાં ઉગાડવામાં આવેલી ચિકન નગેટ્સ બનાવી રહી છે. ઇમ્પોસિબલ ફુડ્સ અને બિયોન્ડ મીટ જેવી સિલિકોન વેલીની કંપનીઓ દ્વારા વાસ્તવિક માંસના જેવું જ “લોહી નીકળે’’ તેવું નકલી બર્ગર અને બીફ જેવો જ સ્વાદ અને ટેક્સચર હોય તેવું નકલી બીફ બનાવ્યું છે.

કેએફસીનું કહેવું છે કે તેનું “બાયોમીટ” પરંપરાગત ખેતીમાં વપરાતા ઉમેરણોને દૂર કરશે અને સ્વચ્છ નગેટ્સ બનાવશે. જેનાથી ઉર્જાનો બચાવ થશે અને પ્રાણીઓનુ નુકસાન ઘટાડાશે. જો કે આ ઉત્પાદન પ્રાણીની પેશીઓ પર આધારિત છે તેથી તે શાકાહારી નથી.

કેએફસીએ આ પ્રોજેક્ટ માટે રશિયાની સૌથી મોટી ખાનગી તબીબી કંપની, ઇન્વિટ્રો સાથે ભાગીદારી કરી છે. ચિકન નગેટ્સનું ઉત્પાદન પાનખર વખતે તૈયાર થવાની સંભાવના છે.

ગયા મહિને માઇક્રોસફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ દ્વારા સ્થાપવામાં આવેલા એક ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા બાયોમિલ્ક નામના બાયોટેક સ્ટાર્ટ-અપને $3.5 મિલિયનનું ભંડોળ પૂરું પાડ્યું છે. મહિલાના સ્તનમાં બનતા દૂધ જેવું જ દુધ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.