પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાએ ભારતીયોમાં સૌથી વધુ લોકપ્રિય એવા H-1B, L-1 અને EB-5 જેવા નોન-ઇમિગ્રન્ટ વિઝાની વિવિધ કેટેગરી માટેની ફીમાં તોતિંગ વધારાની જાહેરાત કરી હતી. 2016 પછી પ્રથમ વખત થયેલો  આ ફી વધારો પહેલી એપ્રિલથી અમલી બનશે.

H-1B વિઝા નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે યુએસ કંપનીઓને તકનીકી કુશળતાની જરૂર હોય તેવા વિશિષ્ટ વ્યવસાયોમાં વિદેશી કામદારોને રોજગારી આપવાની મંજૂરી આપે છે. ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે તેના પર નિર્ભર છે.

1990માં યુએસ સરકારે શરૂ કરેલા EB-5 પ્રોગ્રામ હેઠળ હાઇ નેટ-વર્થ વિદેશી રોકાણકારો અમેરિકામાં ઓછામાં ઓછા 5,00,000 ડોલરનું રોકાણ કરીને પોતાના અને તેમના પરિવારો માટે યુએસ વિઝા મેળવી શકે છે.

પહેલી એપ્રિલથી નવી H-1B અરજી વિઝા ફી (ફોર્મ I-129) 460 ડોલરથી વધી 780 ડોલર થશે.  H-1B રજિસ્ટ્રેશન ફી  10 ડોલરથી વધીને 215 ડોલર થશે, પરંતુ તેનો અમલ આગામી વર્ષથી થશે.

બુધવારે જારી કરાયેલ ફેડરલ નોટિફિકેશન અનુસાર L-1 વિઝા માટેની ફી 460 ડોલરથી વધારી 1,385 ડોલર કરવામાં આવી છે અને EB-5 વિઝા (રોકાણકારોના વિઝા તરીકે પ્રખ્યાત) 3,675 ડોલરથી વધી 11,160 ડોલર થઈ છે.

L-1 વિઝા  યુ.એસ.માં નોન-ઇમિગ્રન્ટ વિઝા કેટેગરી છે જે ઇન્ટ્રાકંપની ટ્રાન્સફર માટે છે. તેનાથી બહુરાષ્ટ્રીય કંપનીઓને તેમની વિદેશી કચેરીઓમાંથી અમુક કર્મચારીઓને અસ્થાયી રૂપે યુએસમાં કામ કરવા માટે ટ્રાન્સફર કરી શકે છે.

 

LEAVE A REPLY

2 × three =