નવી દિલ્હીમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ શુક્રવારે એક આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો અને 1.59 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું અને તેની અંદાજિત બજાર કિંમત રૂ. 15 કરોડ છે. આ સિન્ડિકેટ આફ્રિકાથી નેપાળ સરહદ દ્વારા ભારતમાં નાર્કોટિક ડ્રગ્સ અને અન્ય પદાર્થો (NDPS) ની દાણચોરીમાં સંકળાયેલી છે. ચોક્કસ બાતમીના આધારે, એક ભારતીય નાગરિક, જે 22 માર્ચના રોજ સવારે બિહારના રક્સૌલથી, દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં પહોંચ્યો હતો, તેને અટકાવવામાં આવ્યો હતો અને સફેદ પાવડર જેવો પદાર્થ ધરાવતી 92 આછા પીળી કેપ્સ્યુલ્સ મળી આવી હતી. NDPS ફિલ્ડ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવેલા નમૂનાના પરીક્ષણમાં તે કોકેઈન હોવાનું જણાયું હતું. વધુ પૂછપરછમાં માલૂમ પડ્યું કે આ કન્સાઈનમેન્ટ નવી દિલ્હીના દ્વારકા ખાતે એક વ્યક્તિને પહોંચાડવાનું હતું. એક ઝડપી ફોલો-અપ કાર્યવાહીના પરિણામે એક નાઇજિરિયન નાગરિકને અટકાવવામાં આવ્યો, જે નવી દિલ્હીના દ્વારકા ખાતે NDPSની ડિલિવરી લેવા માટે સ્કૂટી પર આવ્યો હતો.

LEAVE A REPLY

eleven + 5 =