A man smokes a vape device on May 30, 2023 in Manchester, England. (Photo by Christopher Furlong/Getty Images)

ઈસ્ટકોટના ફીલ્ડ એન્ડ રોડ પર દુકાન ચલાવતા ન્યૂઝબોક્સ લિમિટેડના ડાયરેક્ટર નરિન્દર અને કરતાર લાંબાને 15 વર્ષની વયના વ્યક્તિને વેપ વેચવા અને ગેરકાયદેસર મોટા કદના વેપ સપ્લાય કરવા બદલ £8,000થી વધુ રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તે બન્નેએ 3 ઓક્ટોબરના રોજ અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બંને ગુનાઓની કબૂલાત કરી હતી. હિલિંગ્ડન કાઉન્સિલની ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ ટીમે આ કાર્યવાહી કરી હતી.

કોર્ટને જણાવાયું હતું કે ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ ટીમે 13 ફેબ્રુઆરી 2023ના રોજ 15 વર્ષના બાળકને મોકલતા નરિંદર સિંહ દ્વારા નિકોટિન ધરાવતા 1,500 પફ ધરાવતા ‘બ્લુ રેઝ’ ડિસ્પોઝેબલ વેપનું  વેચાણ કરાયું હતું. ડિસ્પોઝેબલ ઇ-વેપ્સ માટેની કાનૂની મર્યાદા 2 મિલી પ્રવાહી અથવા લગભગ 600 પફની છે. પણ તે પફ મર્યાદા કરતાં બમણી હતી.

વેચાણ સમયે કરતાર લાંબા દુકાનમાં  હાજર ન હતા પણ દુકાનના સ્ટોક અને સપ્લાય માટે જવાબદાર હોવાના કારણે તેમને દોષિત જાહેર કરાયા હતા.

ગેરકાયદેસર વેપના વેચાણ અને સગીરને પ્રતિબંધિત માલ વેચવા બદલ નરિન્દર લાંબાને £800નો દંડ, વિક્ટીમ સરચાર્જ પેટે £320 અને કાઉન્સિલને ખર્ચ પેટે £550 ચૂકવવાનો આદેશ અપાયો હતો. જ્યારે કરતાર લાંબાને £800નો દંડ, £320નો વિક્ટીમ સરચાર્જ અને કાઉન્સિલને £550 ખર્ચ પેટે ચૂકવવા આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે ઈસ્ટકોટ ન્યૂઝબોક્સ લિમિટેડને £3,000નો દંડ, £1,200નો વિક્ટીમ સરચાર્જ અને કાઉન્સિલને £550 ખર્ચ ચૂકવવા આદેશ અપાયો હતો.

LEAVE A REPLY

four × 1 =