બ્રિટનના ઐતિહાસિક શહેર હેસ્ટિંગ્સના દરિયા કિનારે આવેલા હેસ્ટિંગ્સ પિયર પર જોખમ ઉભુ થયું છે. મિસ્ટર ગોલ્ડફિંગર તરીકે ઓળખાતા શેખ આબિદ ગુલઝારની કંપની લાયન્સ હેસ્ટિંગ્સ પિયરે મોટા પાયે દેવું કરતાં કંપનીને બંધ કરવાની ફરજ પડી શકે છે.

ઇંગ્લેન્ડના દક્ષિણ કિનારે આવેલ હેસ્ટિંગ્સ પિયર 1872માં ખુલ્યું ત્યારથી પ્રવાસીઓનું આકર્ષણ રહ્યું છે. તેણે ધ રોલિંગ સ્ટોન્સ, ધ હૂ અને જિમી હેન્ડ્રીક્સ દ્વારા કોન્સર્ટનું આયોજન કર્યું છે અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન શરણાર્થીઓ માટે લેન્ડિંગ સાઇટ તરીકે સેવા આપી હતી.

આ પિયર 2018માં વિવાદાસ્પદ હોટેલિયર, શેખ આબિદ ગુલઝાર દ્વારા ખરીદવામાં આવ્યું હતું. પણ તેમની કંપની લાયન્સ હેસ્ટિંગ્સ પિયર, લિક્વિડેશનમાં ગઈ છે અને £300,000 સુધીનું દેવું છે. તેમના લેણદારોમાં ગેસ અને ઇલેક્ટ્રિક કંપનીઓ, ભૂતપૂર્વ કર્મચારીઓ, એક બેંક, એક કાઉન્સિલ અને ઘણા નાના ઉદ્યોગો છે. હેસ્ટિંગ્સ બરો કાઉન્સિલ બિઝનેસ રેટ્સ માટે £30,000થી વધુ માંગે છે.

ભારતમાં જન્મેલા અને ઈસ્ટબોર્ન પિયરના માલિક ગુલઝારે £60,000ની નોકડાઉન કિંમતે ખરીદ્યું હતું. 2019માં પિયર ફરીથી ખોલાયું હતું. રોગચાળા પછી છેલ્લા કેટલાક મહિનામાં ગુલઝારની માલિકીની ત્રણ હોટલ સામે પણ નાદારીની નોટિસ દાખલ કરાઇ છે.

LEAVE A REPLY

six + five =