2017માં લંડન જાઝ ફેસ્ટિવલમાં તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનનો ફાઇલ ફોટો.

EFG લંડન જાઝ ફેસ્ટિવલ લંડનના 16 બરોમાં 75 સ્થળોએ 300 શોના સંપૂર્ણ અનુભવ સાથે ગયા વર્ષના ડિજિટલ વર્ઝન પછી લાઇવ પર્ફોર્મન્સ સાથે આ વર્ષે પરત ફર્યો છે. જાઝ આઇકોન્સ અને આકર્ષક નવી પ્રતિભાઓ સહિત વૈશ્વિક સ્ટાર્સ તેમાં જોડાશે.

વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચતો આ ડિજિટલ પ્રોગ્રામ રોયલ ફેસ્ટિવલ હૉલમાં જાઝ વૉઇસના ઉત્સવની ઉજવણી કરે છે અને તે 12 નવેમ્બરે શરૂ થશે અને 21 નવેમ્બર સુધી ચાલુ રહેશે. ગાય બાર્કર અને ખાસ બનાવેલ EFG ​​લંડન જાઝ ફેસ્ટિવલ ઓર્કેસ્ટ્રા જાઝ, નિયો-સોલ અને વૈશ્વિક સંગીત પર નવા અને સમકાલીન ટેકનું પ્રતિનિધિત્વ કરતા ગાયકો તેમાં જોડાશે. ડેમન આલ્બાર્ન, બેન ઓકરી, ફેમી કોલેઓસો અને રેમી કાબાકા દ્વારા ક્યુરેટ કરાયેલ ટોની એલન રેટ્રોસ્પેક્ટિવ અને અન્ય મોટા પ્રોજેક્ટનું પણ આ ફેસ્ટિવલ આયોજન કરશે.

આ ફેસ્ટિવલમાં આર્ચી શેપ અને જેસન મોરન, ડેવ હોલેન્ડ અને જ્હોન સ્કોફિલ્ડ, ચાર્લ્સ લોયડ (યુકે જાઝ સુપરગ્રુપ નેરીજાના સમર્થન સાથે, યુકેના જાઝ નુબ્યા ગાર્સિયા, શીલા મોરિસ-ગ્રે, રોઝી ટર્ટન, કેસી કિનોશી, શર્લી ટેટ્ટેહ, રિયો કાઈ અને લિઝી એક્સેલ), સેસિલ મેકલોરિન સાલ્વન્ટ, અવિશાઈ કોહેન, માઈક વેસ્ટબ્રૂક, બ્રાડ મેહલ્ડાઉ, જેંગો બેટ્સ અને ક્લેવલેન્ડ વોટકિસ, જુલિયન લેજ, ઝાકિર હુસૈન અને શાઈ મેસ્ટ્રો તેમાં સામેલ થશે.

વધુમાં, EFG એલિમેન્ટ્સ સીરીઝ પણ આ વર્ષે પરત થનાર છે. EFG એલિમેન્ટ્સ સિરીઝ ઉભરતી પ્રતિભાની આગામી પેઢીને સમર્થન આપવા અને નવા સંગીતની રચના માટે પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.

ફેસ્ટિવલે વુમન ઇન જાઝ સાથે પણ ભાગીદારી કરી છે જેમાં એક એવો શો લાવવામાં આવ્યો છે જે યુકેના નવા ફીમેલ રેપ, હિપ હોપ અને સોલમાં શ્રેષ્ઠત્તમ દર્શાવે છે – જેમાં જેગ્રે, કે ટેલર, ઇઝી બોસી અને રોઝી લોવે છે.

તમામ શોની સંપૂર્ણ માહિતી માટે efglondonjazzfestival.org.uk ની મુલાકાત લો.