ભારત અને યુકેમાં સામાન્ય ચૂંટણીઓના કારણે બંને દેશો વચ્ચેની મુક્ત વેપાર સમજૂતીમાં અસર થવાની સંભાવના છે. ભારતમાં અત્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાઇ રહી છે અને યુકેમાં વડાપ્રધાન સુનકે 4 જુલાઇએ ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી હતી. ભારતમાં 4 જૂન પછી નવી સરકાર સત્તા પર આવશે, આથી યુકે સાથેની આ સમજૂતીમાં જુલાઈમાં આખરી સહમતી સધાઇ તેવી શકયતા હતી. બન્ને દેશો આ મુદ્દે છેલ્લા બે વર્ષથી વિવિધ સ્તરે મંત્રણા કરી રહ્યા છે.
જોકે, બંને દેશોમાં કયા રાજકીય પક્ષની સરકાર બને છે તેના પર સમજૂતીની શરતોનો આધાર રહેશે. ભારત અને યુકે વચ્ચે જાન્યુઆરી 2022માં મુક્ત વ્યાપાર સમજૂતી મુદ્દે મંત્રણાઓ શરૂ થઈ હતી અને 2022માં જ તેને નિશ્ચિત કરવાની ધારણા હતી. પરંતુ યુકેમાં ત્યારે વડાપ્રધાન બોરિસ જ્હોન્સને અધવચ્ચે સત્તા છોડતા મંત્રણામાં અડચણો આવી હતી. જોકે, પછી વડાપ્રધાન સુનકે મંત્રણાને આગળ વધારી હતી, પરંતુ કેટલાકા મુદ્દે અંતિમ નિર્ણયો લેવાના બાકી હોવાથી તે નિશ્ચિત થઇ શકી નથી.
યુકે અને ભારત વચ્ચે અત્યારે વર્ષે અંદાજે 38.10 બિલિયન પાઉન્ડનો વ્યાપાર થાય છે. આ સમજૂતી પછી તેમાં વધારો થશે તેવી સંભાવના છે.

LEAVE A REPLY

ten − 3 =