Vice President Jagdeep Dhankhar offers prayers at Ram Janmabhoomi Temple.

અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રામ મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો, જે અંતર્ગત હવે સામાન્ય લોકો જ નહીં પરંતુ VIP અને VVIP પણ મોબાઈલ ફોન લઈને મંદિરમાં જઈ શકશે નહીં. સામાન્ય ભક્તો માટે મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર અગાઉથી જ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. રામ મંદિરના સ્તંભમાં તૂટેલી મૂર્તિના ફોટો વાઇરલ થવાની ઘટનાના કારણે આ પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જોકે, ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ, સુરક્ષાના કારણોસર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

રામ મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્રના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય, વિભાગીય કમિશનર ગૌરવ દયાલ, ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા, આઈજી પ્રવીણકુમાર, એસપી સુરક્ષા પંકજ પાંડેએ રામ મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્રની બેઠકમાં હાજરી આપી હતી. આ અંગે ટ્રસ્ટી ડો.અનિલ મિશ્રાએ કહ્યું હતું કે, રામ મંદિર પરિસરમાં મોબાઈલ ફોનના ઉપયોગને કારણે સુરક્ષા સામે ખતરો ઊભો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રામ મંદિરમાં 22 ફેબ્રુઆરીના રોજ રામલલાનો અભિષેક થયો ત્યારથી ભક્તો કોઈપણ જાતના પ્રતિબંધ વગર મોબાઈલ ફોન લઈને જતા હતા. પરંતુ પછી તેમાં સામાન્ય ભક્તોને પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન ટ્રસ્ટ દ્વારા સરળ અને વિશેષ દર્શનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. આ સિસ્ટમ દ્વારા ખાસ પાસ ધરાવતા લોકોને પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત, VIP અને VVIPને પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી. પછી એવા પ્રશ્નો ઊભા થયા હતા કે ટ્રસ્ટ અને વહીવટીતંત્ર સામાન્ય અને ખાસ ભક્તો વચ્ચે ભેદભાવ કેમ કરે છે. જોકે હવે પરિસરમાં તમામ લોકો માટે મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

LEAVE A REPLY

one × two =