ટેસ્લાના શેરહોલ્ડર્સે ગુરુવાર, 6 નવેમ્બરે કંપનીના સીઇઓ ઇલોન મસ્ક માટે 1 ટ્રિલિયન ડોલરના સેલેરી પેકજને મંજૂરી આપી હતી. મસ્ક માટેના ઇતિહાસના સૌથી મોટા કોર્પોરેટ સેલરી પેકેજને 75 ટકાથી વધુ શેરહોલ્ડર્સને મંજૂરી આપી હતી. આની સાથે મસ્કની AI અને રોબોટિક્સના વ્હિકલ માટેની વિઝનને સમર્થન આપ્યું હતું અને તેની સાથે કેટલાંક ટાર્ગેટ પણ નિર્ધારિત કર્યા હતા.
મસ્ક ટેક્સાસના ઓસ્ટિન સ્થિત ફેક્ટરીમાં કંપનીની વાર્ષિક બેઠકના મંચ પર નૃત્ય કરતા રોબોટ્સ સાથે પહોંચ્યા હતાં. અગાઉથી વિશ્વના સૌથી સૌથી ધનિક વ્યક્તિ મસ્કને આગામી દાયકામાં $1 ટ્રિલિયન શેરો મેળવી શકે છે, જોકે જરૂરી ચૂકવણીઓનું મૂલ્ય ઘટીને $878 બિલિયન થઈ થશે.
ટેસ્લાના ભવિષ્ય અને તેના મૂલ્યાંકન માટે શેરહોલ્ડર્સની આ મંજૂરી મહત્વપૂર્ણ છે, જે મસ્કના ઓટોમેટિક વાહનો બનાવવાના, સમગ્ર યુ.એસ.માં રોબોટેક્સી નેટવર્ક બનાવવાના અને હ્યુમનોઇડ રોબોટ્સ વેચવાના વિઝન પર આધારિત છે.
બોર્ડે ચેતવણી આપી હતી કે જો તેમને પગાર પેકેજ નહીં મળે તો તેઓ નોકરી છોડી શકે છે. કેટલાક રોકાણકારોએ કહ્યું હતું કે આ અતિ ખર્ચાળ અને બિનજરૂરી છે, ત્યારે ઘણા લોકોએ તેને મસ્કને જાળવી રાખવાના માર્ગ તરીકે જોયું હતું અને માન્યું હતું કે પેકેજમાં નિર્ધારિત લક્ષ્યો હાંસલ થવાથી શેરધારકો પણ ફાયદો થશે.
મસ્કનું સેલેરી પેકેજ ઘણા દેશની જીડીપી કરતાં વધુ છે. આઈએમએફ અનુસાર, 1 લાખ કરોડ ડોલર કે તેથી ઓછો જીડીપી ધરાવતા દેશોમાં નેધરલૅન્ડ, પોલૅન્ડ, સ્વિટ્ઝરલૅન્ડ, બેલ્જિયમ, સ્વિડન સહિતના દેશો સામેલ છે.













