(Photo by Dan MullanGetty Images)

બ્રિટિશ મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ચંદ નાગપૌલે વિનંતી કરી છે કે, સામાજિક અંતરનુ પાલન ન કરી શકતા દુકાનદારો, બસ ડ્રાઇવરો અને સુપરમાર્કેટ સ્ટાફ જેવા કી વર્કરોને રક્ષણાત્મક માસ્ક પૂરા પાડવા જોઈએ.

જો કે મિનીસ્ટર્સને લાગે છે કે આવું કરવાથી આરોગ્ય સેવા કર્મચારીઓ માટે ઉપલબ્ધ માસ્કની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે અથવા માસ્ક પહેરનાર લોકોને લાગે છે કે તેમને હવે સામાજિક અંતરના નિયમોનુ પાલન કરવાની જરૂર નથી.

જો કે ચહેરો ઢંકાય તેવો માસ્ક પહેરવાથી કે ચહેરો ઢાંકવાથી લોકો બસ, ટ્રેનો અથવા ઑફિસો જેવી બંધીયાર જગ્યાઓ પર કોરોનાવાયરસ વહન કરતા ઉચ્છવાસના ટીપાં ફેલાવતા અટકે છે. સામાન્ય જ્ઞાન કહે છે કે લોકો વચ્ચેનો અવરોધ, સલામતીનું સ્તર પ્રદાન કરવું આવશ્યક છે, ભલે ને તે નાનુ જ કેમ ન હોય.

નાગપૌલે જણાવ્યુ હતુ કે “સરકારે ચેપનો ફેલાવો ઓછો કરવાના તમામ માર્ગો અપનાવવા જોઇએ અને લોકો આવશ્યક કારણોસર પણ ઘરેથી બહાર નીકળે ત્યારે લોકોએ મોઢુ-નાક ઢાંકવુ જરૂરી છે.’’