**EDS: TWITTER IMAGE POSTED BY @PMOIndia** Ahmedabad: Prime Minister Narendra Modi shakes hands with US President Donald Trump during the 'Namaste Trump' event at Sardar Patel Stadium in Ahmedabad, Monday, Feb. 24, 2020. (PTI Photo) (PTI2_24_2020_000284B)

ભારત-અમેરિકાની દોસ્તી ભલે નવા આયામ કાયમ કરી રહી હોય પરંતુ ટ્રમ્પ પ્રશાસનએ એક મોટું પગલું ભરતા પોતાના નાગરિકોને ભારતન જવાની સલાહ આપી છે. અમેરિકાએ આ એડવાઇઝરી માટે સ્પષ્ટ કારણ નથી જણાવ્યું પરંતુ આ પ્રકારની સલાહ માત્ર આતંકવાદ, ગૃહયુદ્ધ, સંગઠિત અપરાધ અને મહામારી જેવા કારણોને ધ્યાને લઈને જ આપવામાં આવે છે. અમેરિકાએ ભારતના પ્રવાસ માટે રેટિંગ 4 નિર્ધારિત કર્યું છે, જેને સૌથી ખરાબ માનવામાં આવે છે.

આ રેટિંગમાં અમેરિકાએ યુદ્ધગ્રસ્ત સીરિયા, આતંકવાદના કેન્દ્ર પાકિસ્તાન, ઈરાન, ઈરાક અને યમન જેવા દેશોને રાખ્યા છે. ભારત માટે આ એડવાઇઝરીનું કારણ વધતા કોરોનાના કેસ હોવાનું કહેવાય રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે તેને જ ધ્યાને લઈ ટ્રમ્પ પ્રશાસને નાગરિકોને ભારતનો પ્રવાસ ન કરવાની સલાહ આપી છે. અમેરિકાની એજન્સીઓનું માનવું છે કે કોરોના ઉપરાંત ભારતમાં અપરાધ અને આતંકવાદમાં વધારો થયો છે. આ એડવાઇઝરીમાં મહિલાઓની વિરુદ્ધ વધતા અપરાધ અને ઉગ્રવાદને પણ પ્રવાસ ન કરવાના કારણોમાં સામેલ કરવામાં આવે છે.

જોકે, ઈન્ડિયન ટૂરિઝમ એન્ડ હૉસ્પિટાલીટીએ ભારત સરકારને અપીલ કરી છે કે તેઓ અમેરિકા સરકારની ટ્રાવેલ એડવાઇઝરીને બદલવા માટે દબાણ કરે. સરકાર તેને પ્રાથમિકતાના આધાર પર ઉઠાવે જેથી દેશ વિશે ઊભી થઈ રહેલી નકારાત્મક છબિને રોકી શકાય.

સંગઠને કહ્યું કે હાલમાં પર્યટન ઉદ્યોગ કોરોના મહામારીના કારણે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં ભારતમાં આ ઉદ્યોગ ફરીથી આપ-મેળે બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો છે. 23 ઓગસ્ટે જાહેર આ ટ્રાવેલ એડવાઇઝરીમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, સીરિયા, યમન, ઈરાન અને ઈરાક જેવા હિંસા પ્રભાવિત દેશો પણ સામેલ કરવામાં આવ્યા છે.

સંગઠન મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધો આટલા સારા હોવા છતાંય આ પ્રકારના પગલાં સમજથી બહાર છે.ઈન્ડિયન ટૂરિઝમ એન્ડ હૉસ્પિટાલીટી સંગઠને જણાવ્યું કે, અમેરિકન નાગરિક દક્ષિણ એશિયામાં સૌથી વધુ ભારતમાં જ સમય પસાર કરવાનું પસંદ કરે છે. અમેરિકાથી આવનારા પર્યટક અન્ય દેશોની તુલનામાં સૌથી વધુ સમય સુધી ભારતમાં રહે છે.

અમેરિકન પર્યટક જ્યાં 29 દિવસ સુધી રહે છે, બીજી તરફ અન્ય દેશોના લોકો 22 દિવસ સુધી રહે છે. આ એડવાઇઝરીમાં ચેતવણી આપવામાં આવી છે કે ભારત કોરોનાના મામલા વધતાં એરપોર્ટ અને દેશની સરહદોને બંધ કરી શકે છે એવામાં હાલ ત્યાં જવાનું ટાળો. અમેરિકાના વિદેશ વિભાગે વિશેષ રીતે જમ્મુ-કાશ્મીર અને ભારત-પાકિસ્તાન સરહદ પર ન જવાની ચેતવણી જાહેર કરી છે.